PRITESH PANCHAL –– JHALOD
આજ રોજ તા.30 સપ્ટેમ્બરને બુધવારના રોજ ઝાલોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક તાલુકા પ્રમુખ દયારામભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગઈ. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરતાનભાઈ કટારા અને ઉપપ્રમુખ મનેશભાઈ સુવર, ટીચર સોસાયટીના ચેરમેન અનિલભાઈ ડામોર અને સેક્રેટરી માવજીભાઈ રાવત, સીઆરસી-બીઆરસી-એચ.ટાટ આચાર્યો, શિક્ષકો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સ્વ. ડી.બી.પટેલ સાહેબ અને તાલુકાના અવસાન પામેલ શિક્ષકોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી બેઠકની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર પંકજભાઈ પરમાર અને મુકેશભાઈ નિનામાને પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ઉચ્ચતર પગાર ધોરણ, સળંગ નોકરી, સીપીએફ, 4200 ગ્રેડ પે, એચટાટ આચાર્યના આર. આર, બાકી બદલી કેમ્પ, બાકી સ્ટીકર વિગેરે જેવા શિક્ષકોના પ્રશ્નોના ઉકેલ માટે ચર્ચા કરવામાં આવી, જેમાં રાજ્ય કક્ષાએથી ઝડપી નિકાલ કરાવવા જિલ્લા પ્રમુખ સરતાનભાઈ કટારાએ ખાતરી આપેલ હતી અને શિક્ષકોને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. આજની સભાના અધ્યક્ષ દયારામભાઈ મકવાણા દ્વારા પ્રમુખ સ્થાને શિક્ષકોના પડતર પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે ખાતરી આપી હતી તેમજ સીઆરસી-બીઆરસી વતી બીઆરસી કો-ઓ. કલ્પેશભાઈ મુનિયાને અને એચ.ટાટ આચાર્ય વતી બીટ નિરીક્ષક દિનેશભાઇ ભુરિયાની ઉપપ્રમુખ તરીકે, સંઘ દ્વારા થયેલ કાર્યના પ્રસાર માટે સીઆરસી કો-ઓ. રાજેશભાઇ પરમારની મીડિયા સેલ કન્વીનર તરીકે, 4200 ગ્રેડ પે માટે સંગાડા રાજુભાઇ (વાંકોલ પ્રા. શાળા) અને સુનિલભાઈ સંગાડા (સાતશેરા પ્રા. શાળા)ની વરણી કરવામાં આવી હતી. અંતમાં મંત્રી ચતુરભાઈ ડામોરે બેઠકમાં ઉપસ્થિત સમગ્ર હોદ્દેદારો, સીઆરસી-બીઆરસી-એચ.ટાટ અને શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો.