THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મઘાનિસર મુકામે આજે તા.૨૭/૦૭/૨૦૨૧ ને મંગળવારના રોજ ઝાલોદ તાલુકા P.S.I. એસ.આઈ. બારીયા તેમજ P.S.I. રાઠવા, ગામડી જિલ્લા સભ્ય સુમનબેન ડામોરની અધ્યક્ષતામાં મહિલા સુરક્ષા તાલીમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં P.S.I. એસ.આઈ. રાઠવાએ મહિલાઓની સુરક્ષા માટે વિશેષ માહિતી આપી જણાવ્યું હતું કે . . . .
📌 181 અભયમ હેલ્પલાઇન એક ફોન કોલ અને મહિલાની સુરક્ષા માટે પોલીસ હાજર.
📌 આત્મસુરક્ષા માટે ડિફેન્સ ટ્રેનીંગ.
📌 પીડિત મહિલાઓને કાયદાકિય સહાય, પોલીસ સહાય, તબીબી સહાય માટે વન સ્ટોપ સેન્ટર
📌 નારી અદાલત તેમજ મહિલા સુરક્ષા સશક્તિકરણ ક્ષેત્રે અગ્રેસર ગુજરાત વિશે માહિતગાર કર્યા.
આમ P.S.I. એસ.આઈ. બારીયા અને P.S.I. રાઠવા દ્વારા મહિલાઓને પોતાની સુરક્ષા સંદર્ભે પોતાનો આત્મ વિશ્વાસ વધે તે માટે સચોટ માર્ગદર્શન આપ્યું હતું.