Saturday, April 19, 2025
Google search engine
HomeJhalod - ઝાલોદઝાલોદ નગરના એક બંધ મકાનમાં તસ્કરોએ રૂ. ૪૨૫૦૦/- ની મત્તાનો હાથફેરો કર્યો

ઝાલોદ નગરના એક બંધ મકાનમાં તસ્કરોએ રૂ. ૪૨૫૦૦/- ની મત્તાનો હાથફેરો કર્યો

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ નગરમાં એક સોસાયટી બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી રોકડા રૂપિયા તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ. ૪૨૫૦૦/- હાથફેરો કરી જતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

મળેલ માહિતી મુજબ ગત તા. ૧૮મી ફેબ્રુઆરી ૨૦૨૨ ને શુક્રવારના રોજ ઝાલોદ નગરમાં આવેલ સર્વોદય સોસાયટીમાં રહેતા મહેશભાઈ ધુળાભાઈ ખાંટના બંધ મકાનને રાત્રિના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવ્યું હતું અને મકાનના દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. અને આ બંધ મકાનમાં મૂકી રાખેલ કેસમાં ચાંદીનો કંદોરો આંકડો ચાંદીના સિક્કા તથા કાનમાં પહેરવાની સોનાની બુટ્ટી તથા રોકડા રૂપિયા મળી તસ્કરોએ કુલ રૂ. ૪૨૩૦૦/- ની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ બાબતની મનોજભાઈ દુલાભાઈ ખાંટને જાણ થતાં તેઓએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments