PRITESH PANCHAL –– JHALOD
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદની રામ-જાનકી આશ્રમ શાળા ખાતે આજે તા.૦૧/૧૦/૨૦૨૦ ને ગુરુવારના રોજ ગુજરાત સરકારની નવી પહેલ “કરો યોગ અને રહો સ્વસ્થ” અંતર્ગત ગુજરાત યોગ બોર્ડ દ્વારા ઝાલોદ, સંજેલી અને ફતેપુરા તાલુકા ના યોગ શિક્ષકોને પોતાના વિસ્તારમાં યોગની તાલીમ આપવામાં વિવિધ વિસ્તારમાં શિક્ષકોની નિમણુંક કરવામાં આવી હતી.આ પ્રસંગે તેમને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા અને પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદમાંથી રમણભાઈ બારીયા, ગોવિંદભાઈ પટેલ, મનીષભાઈ પંચાલ, વિનોદભાઈ પટેલ, જીલ્લા યોગ કોચ. કે,જી પટેલ.ડૉક્ટર કિંજલબેન કોળી. કેયુરભાઈ કોળી વગેરે ઉપસ્થિતિમાં યોજાયેલા તેમાં હાજર હતા