PRITESH PANCHAL –– JHALOD
THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ નગર પાલીકાના કાઉન્સિલર હિરેન પટેલના શંકાસ્પદ અકસ્માતના મોતનો ભેદ ઉકેલી ચાર આરોપીઓને પકડી પાડી પ્લાનીંગ પૂર્વકના મર્ડરના ગુન્હાનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલવામા દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન – પંચમહાલ રેન્જ, ગોધરાને સફળતા મળેલ છે.
તા.૨૭/૦૯/૨૦૨૦ ના રોજ વહેલી સવારના ૦૫:૩૦ વાગ્યાથી ૦૬:૪૫ દરમ્યાન મોજે. ટીંટોડી આશ્રમની સામે ઝાલોદથી દાહોદ જતા રોડ ઉપર હિરેન પટેલ જાતે પટેલ ઉ.વ. – ૪૮ વર્ષ સવારમાં વોકિંગ કરવા નીકળેલ તે વખતે કોઈકે રાજકીય અદાવત રાખી અથવા કોઈક વાહનથી ઈરાદાપુવૅક ટકકર મારીને માથાના પાછળના ભાગે ઈજા થવાથી મોત નીપજાવતા જે બાબતે પંથ હિરેન જાતે પટેલ રહે. ઝાલોદનાઓએ પોલીસ ફરિયાદ કરતા ઝાલોદ પો.સ્ટે અ.મોત.નં.૧૮/૨૦૨૦ CRPC કલમ – ૧૭૪ મુજબ નોધી આ શંકાસ્પદના મોતની તટસ્થ તપાસ કરવા સારૂ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દાહોદનાઓએ નાયબ પોલીસ અધિક્ષક ઝાલોદ વિભાગ ઝાલોદનાઓને સોપવા હુકમ કરેલ.
આ શંકાસ્પદ અકસ્માત મોતની ગંભીરતા સમજી નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા, પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓ તથા દાહોદ જિલ્લાપોલીસ અધિક્ષક હિતેષ જોયસરએ બનાવવાળી જગ્યાની વિઝીટ કરી બનાવનું સાચું કારણ બહાર લાવવા તેમજ સઘળા પુરાવા એકત્રીત કરવા દાહોદ DySP. શેફાલી બરવાલ, DySP. બી.વી. જાધવ, LCB P.I. બી.ડી.શાહ, સાઇબર ક્રાઇમ P.I. એચ.એન.પટેલ તેમજ SOG P.I. બી.આર. સંગાડા, P.S.I. પી.એમ. મકવાણા તથા P. S. I. આઇ.એ. સીસોદીયાની ટીમની રચના કરવામા આવેલ હતી.
THIS NEWS IS POWERED BY –– PHONEWALE
આ બનાવ શોધી કાઢવા સારૂ આ ટીમો CCTV કેમેરાના માધ્યમથી સતત કાર્યરત હતી. જેનું સતત મોનીટરીંગ જિલ્લા પોલીસ અધિક્ષક દાહોદનાઓ કરી રહેલ હતા. દરમ્યાન ઝાલોદ, દાહોદ રોડ ઉપર બનાવવાળી જગ્યા નજીક આવેલ પેટ્રોલ પમ્પ ઉપરના CCTV ફુટેજ ઝીણવણ ભરી રીતે અભ્યાસ કરતા જોવા મળેલ કે બનાવ પહેલા એક સફેદ કલરની બોલેરો જીપ ગાડીની હીલચાલ શંકાસ્પદ જણાઇ આવેલ જે ગાડી ત્રણ વખત CCTV ફુટેજમાંં અવર જવર થયેલાની હાજરી પ્રસ્થાપિત થયેલ તેમજ તેની આગળ આવેલ CCTV ફુટેજ ચેક કરતા મૃતક હિરેન પટેલ મોર્નીંગ વોકમા ચાલતા જતા જણાઇ આવેલ. તેઓની પાછળ ૫૦ મીટર દૂર અન્ય એક ઇસમ પણ ચાલતો મોર્નિંગ વોકમા જણાઇ આવેલ જે ઇસમને શોધી કાઢી તેની પૂછપરછ કરતા મૃતક હિરન પટેલને સફેદ કલરની બોલેરો પીકઅપ ડાલા ગાડીથી પાછળથી ટક્કર મારી નાસી ગયેલાની હકીકત જાણવા મળેલ, જે બોલેરો પીકઅપ ડાલા ગાડી CCTV કેમેરામા રૂટમા આવેલ અને CCTV કેમેરાના ટાઇમીંગ સાથે મેચ થયેલાનું જણાયેલ જેથી મૃતકનું મોત બોલેરો પીકઅપ ડાલા ગાડીથી ટક્કર મારવાથી થયેલાનું પ્રસ્થાપિત થયેલ જેથી આ ટીમોએ એમ.પી, રાજસ્થાન તરફથી પ્રવેશતા ટોલટેક્ષ ઉપર બોલેરો ગાડી તેમજ મહીન્દ્રા પીકઅપ ડાલા ગાડીની માહિતી મેળવવા તપાસ હાથ ધરેલ. જેથી પોલીસ અધિક્ષક દાહોદનાઓની સુચનાના આધારે રાજસ્થાન રાજ્યમાં આવેલ બાંસવાડા, જયપુર, ડુંગરપુર, તેમજ મધ્યપ્રદેશ રાજયમાંં રતલામ થાંદલા, કુક્ષી, ઉજ્જૈન, ઇન્દૈાર વિગેરે શહેરોમા અકસ્માતમા ઉપયોગ થયેલ શંકાસ્પદ વાહનો તેમજ ઇસમોની તપાસ કરવામા આવેલ.
આ બનાવ બાબતે મે.ડી.જી.પી.સા.ગુ.રા.ગાંધીનગરનાઓએ અંગત રસ લઇ સતત સુચના અને માર્ગદર્શન પુરૂ પાડેલ અને આ બનાવ શોધી કાઢવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમોને પણ દાહોદ પોલીસ સાથે મદદમાં મોકલી આપેલ તેમજ નાયબ પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરા રેન્જનાઓની સુચના મુજબ ગોધરા LCB ટીમ પણ આ તપાસમા ભેદ ઉકેલવા માટે હ્યુમન ઇન્ટેલીજન્સના માધ્યમથી સહકાર પુરૂ પાડેલ.
ત્યારબાદ આ ટીમોએ શંકાસ્પદ સફેદ કલરની બોલેરો ગાડીની તેમજ મહિન્દ્રા પીકઅપ ડાલા ગાડીની માહિતી મેળવવા દાહોદ – લીમડી – વરોડ ટોલટેક્ષ ઉપર બનાવના દિવસે તપાસ કરતા શંકાસ્પદ બોલેરો ગાડી દાહોદ તરફથી ઝાલોદ તરફ પસાર થયેલ જે ગાડી ઉપર ખાનગી લાઇટો ફીટ કરેલાનું જણાઇ આવેલ જે ગાડી બનાવ બાદ પરત તે જ ટોલટેક્ષ ઉપરથી પસાર થયેલાનું CCTV ફુટેજમા જણાઇ આવેલ જેનો નં MP 09 CK 4981 નો પ્રસ્થાપિત થયેલ આ શંકાસ્પદ બોલેરો ગાડીના માલીક સુધી પહોચવા તાત્કાલીક LCB, પેરોલ ફર્લોની ટીમોએ મધ્યપ્રદેશના ઉજ્જૈન જીલ્લાના મહેદપુર ગામેથી વાહન માલીકને શોધી કાઢેલ. જેઓની પૂછપરછમાં પોતાની બોલેરો ગાડી બનાવના દિવસ પહેલા અમદાવાદ ખાતે દવાખાનાની વર્ધીમા ડ્રાઇવર મહોમ્મદ સમીર મહોમ્મદ સહેજાદ મુજાવર રહે.મહેદપુર, કેસરપુર (એમ.પી.) નાઓ લઇ ગયેલ તેવી હકિકત જણાવતા ડ્રાઇવરને ઝડપી પાડી તેની પુછપરછ કરવામાં આવતા સમગ્ર બનાવનો પર્દાફાશ થયેલ અને LCBની ટીમો દ્વારા એમ.પી. ખાતેથી આ બનાવને અંજામ આપનાર આરોપીઓને વાહનો સાથે ઝડપી પાડવામા આવેલ અને આ અકસ્માત મોતની તપાસમા આરોપીઓએ કાવતરૂ રચી સોપારી લઇ મૃતક હિરેન પટેલને બોલેરો પીકઅપ ગાડીથી ટક્કર મારી મોત નિપજાવી મર્ડર કરેલાનું જાહેર થતા આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક ઝાલોદ વિભાગ ઝાલોદનાઓએ સરકાર તરફે આરોપીઓ વિરૂધ્ધ ઝાલોદ પો.સ્ટે. ઇ.પી.કો કલમ ૩૦૨, ૧૨૦ બી મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીઓના નામો : – (૧) મહોમ્મદ સમીર મહોમ્મદ સહેજાદ મુજાવર રહે.મહેદપુર, કેસરપુર (એમ.પી.) (ર) સજ્જનસીંગ ઉર્ફે કરણ વિક્રમસિંહ ચૌહાણ રહે. શેખાખેડી તા.મહેદપુર (એમ.પી.) (૩) ઇરફાનભાઇ સીરાજભાઇ પાડા રહે.ગોધરા (૪) અજય હિંમત કલાલ રહે.ઝાલોદ
કબજે કરેલ મુદૃામાલઃ- ગુનામા રેકી કરવામા ઉપયોગમા લીધેલ વાહનો : – (૧) બોલેરો ગાડી નં.- MP 09 CK 4981, (૨) ફોર્ડ ફીગો ગાડી નં. GJ 06 FK 4568, (૩) મોબાઇલ ફોન નંગ – ૬
કબુલાત કરેલ ગુનો : – આ ગુનાનો મુખ્ય સુત્રધાર ઇરફાન સીરાજ પાડા રહે.ગોધરાનાઓએ મૃતક હિરેન પટેલનાઓનું મર્ડર કરવા માટે અજય હિંમત કલાલ રહે. ઝાલોદ પાસેથી સોપારી લીધેલ અને ઇરફાન પાડાએ તેના મધ્યપ્રદેશ રાજ્યના ઉજજૈન જીલ્લાના મહેદપુર ગામના સાગરીતોનો સંપર્ક કરી કાવતરૂ રચી તેઓને ₹.૪ લાખ આપવાના નક્કી કરી બનાવના દિવસે વહેલી સવારના એમ.પી. ખાતેથી આવી મૃતકના ઘરની તેમજ મોર્નીંગ વોક ઉપર નિકળતા રોડની બોલેરો ગાડીમા બેસી રેકી કરાવી મૃતકના ફોટાને મોબાઇલમા બતાવી ઓળખ કરાવેલી અને આ ગુનામા બોલેરો ગાડીથી સતત રોડ ઉપર મૃતકની વોચ ગોઠવેલ અને હિરેનભાઇ પટેલ રોડ ઉપર મોનિંગ વોકમા નિકળેલ દરમ્યાન ઇરફાન પાડાએ તેઓને દૂરથી બતાવી ઓળખ કરાવેલી ત્યારબાદ બોલેરો ગાડીની પાછળ ઉભી રાખેલ બોલેરો પીકઅપ ગાડીમા બેસી જઇ તેના સાગરીત મારફતે બોલેરો પીકઅપ ગાડીથી મૃતકને પાછળથી ટક્કર મારી માથામા ગંભીર ઇજાઓ પહોચાડી આગળ જઇ પીકઅપ ગાડીમાંથી ઉતરી જઇ બોલેરો ગાડીમા બેસી દાહોદ જઇ તેના સાગરીતોને બોલેરો ગાડી લઇ એમ.પી.તરફ નાસી છૂટવા જણાવેલ અને પોતે દાહોદ ખાતે રેલ્વે સ્ટેશનના પાર્કીંગમા મુકી રાખેલ ફોર્ડ ફીગો ગાડીમા બેસી નાસી છૂટેલાનં જણાઇ આવેલ.
આરોપીઓનો ગુનાહીત ઇતિહાસ : – (૧) આ ગુનાનો મુખ્ય આરોપી કાવતરૂ રચનાર ઇરફાન સીરાજ પાડા રહે.ગોધરાનાની વિરૂધ્ધમાં કુલ – ૧૭ ગુન્હાઓ નોધાયેલ છે. તેમજ ગોધરા રેલ્વે હત્યાકાંડ ૨૦૦૨ માં આ આરોપીને આજીવન કેદની સજા ફટકારવામા આવેલી છે. અને છેલ્લા એક વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર છે. (૨) આરોપી સજ્જનસીંગ ઉર્ફે કરણ વિક્રમસિંહ ચૌહાણ રહે.શેખાખેડી તા.મહેદપુર (એમ.પી.) નાની વિરૂધ્ધમાં ગુજરાત અને મધ્યપ્રદેશમા ગેરકાયદેસર હથીયારના તેમજ મર્ડર તેમજ લૂંટના કુલ – ૦૫ ગુન્હાઓ નોધાયેલ છે. આ આરોપી જેલ સમય દરમ્યાન તેની સાથેના આરોપી ઇરફાન પાડા સાથે સંપર્કમા આવેલ અને જેલમાંથી છૂટી ગયા બાદ પણ ઇરફાન પાડા સાથે સંપર્કમાં રહી આ કાવતરૂ રચેલ. (૩) અજય હિંમત કલાલ રહે.ઝાલોદનાનો પાસાના ગુનામા જેલમા હતો. તે દરમ્યાન ઇરફાન પાડા સાથે સંપર્કમાં આવેલ અને જામીન ઉપર મુકત થયા બાદ ફોનથી સંપર્કમા રહેલ અને દાહોદ અને ઝાલોદ ખાતે ઇરફાન પાડા સાથે મુલાકાત કરી કાવતરૂ રચી, સોપારી આપેલ અને તેની વિરૂધ્ધમાં પ્રોહીબિશનના કુલ – ૦૫ થી વધુ ગુન્હા નોધાયેલ છે.
આમ, ઝાલોદ નગરપાલીકાના કાઉન્સિલર હિરેન કનુભાઇ પટેલના શંકાસ્પદ અકસ્માતના મોતનો ભેદ ઉકેલી આરોપી ઇરફાન પાડા તથા અન્ય ત્રણને ઇસમોને ઝડપી પાડી સોપારી આપનાર આરોપી અજય કલાલને ઝડપી પાડી, મર્ડરના ગુન્હાનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલવામાં દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મેળલ છે. વધુમા અજય કલાલની સાથે કોણ કોણ સંડોવાયેલ છે તથા તેની સાથે આ કૃત્ય કરવા કોણ સામેલ હતા તેની ધનિષ્ઠ અને તટસ્થ તપાસ ચાલુ છે.