એ.એસ.પી ગુજ્જરની આગેવાની હેઠળ પોલિસ પરેડ નીકળી
ઝાલોદ નગરમાં આજે તા.૧૪/૦૮/૨૦૨૨ ને રવિવારના રોજ સવારના ૧૨:૦૦ વાગે પોલિસ સ્ટેશન થી આખા નગરમાં રેલી સ્વરૂપે પરેડ નીકળી હતી, ASP ગુજ્જર દ્વારા ભારત માતા કી જય બોલાવી પરેડની શરૂઆત કરાવી હતી. સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારાની ધુન હેઠળ પોલીસ નગરમાં પરિક્રમા કરી હતી. પોલિસ પરેડ પોલિસ સ્ટેશનથી થઈ સ્વર્ણિમ સર્કલ થઇ ગીતામંદિર, વ્હોરા બજાર થી વડબઝાર થઈ ભરત ટાવર પાસે પહોંચતા ત્યાં ફૂલો ઉછાળી પરેડનું સ્વાગત કરાયું હતું ત્યાર બાદ રેલી બસ સ્ટેશન થી વિશ્વકર્મા મંદિરે જઈ પુરી હતી, વિશ્વકર્મા મંદીરે પોલિસ પહોંચતા ત્યાં 75 વર્ષની ડિઝાઇનમાં બધા પોલીસ સ્ટાફના લોકો ગોઠવાઈ ગયા હતા જે ખરેખર એક જોવા લાયક દ્રશ્ય હતું અને ત્યાર બાદ ત્યાં રાષ્ટ્રગાન ગાઈ પરેડ પુરી થઇ હતી અને ત્યાં પોલીસ સ્ટાફ તેમજ હાજર રહેલ દરેક લોકો માટે ચા નાસ્તાની વ્યવસ્થા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
આખી રેલીમાં પોલીસ સ્ટાફ સિવાય નગરના લોકો પણ સ્વયંભૂ જોડાયા હતા, ખૂબજ મોટા પ્રમાણમાં પોલીસે સ્ટાફ અને નગરના લોકો રેલીમાં જોડાયા હતા, રેલી આખાં નગરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી તેમજ આખાં નગરમાં પરેડ દરમ્યાન ભારત માતાકી જય અને વંદે માતરમ્ ના નાદથી વાતાવરણ ગુંજતું જોવા મળતું હતું. છેલ્લે નગરની બહેનો દ્વારા ASP ગુજ્જર તેમજ પોલીસ સ્ટાફને રાખડી બાંધવામાં આવી હતી.