PRITESH PANCHAL –– JHALOD
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ નગરના દરેક વિસ્તારોમાં PSI દેસાઈ તથા વહીવટી તંત્ર દ્વારા નગરના દરેક વિસ્તારોમાં ફ્લેગમાર્ચ કરવામાં આવ્યું હતું, અને કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકારની ગાઇડ લાઇન મુજબ લોકોને સૂચના આપી હતી કે બજારમાં ખરીદી કરવા આવો તો અને દરેક વ્યક્તિએ માસ્ક પહેરવાનું રહેશે અને તેનું પાલન કરવું, સાવચેતી રાખવી, વધારે ભીડ ભેગી થાય ત્યાંથી દૂર રહેવું અને ત્યાં જવું નહીં અને જાહેર અને ખુલ્લામાં ફટાકડા ફોડવા નહીં. આગામી બે દિવસ પ્રકાશનો તહેવાર દિવાળી આવી રહી છે ત્યારે નગરના કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને લોકોને અને વેપારીઓને દરેક બાબતનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.