Thursday, January 23, 2025
Google search engine
HomeJhalod - ઝાલોદઝાલોદની બ્રાઇટ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ તથા લાયન્સ ગુજરાતી શાળાના સંયુક્ત ઉપક્રમે ૭૨માં...

ઝાલોદની બ્રાઇટ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ તથા લાયન્સ ગુજરાતી શાળાના સંયુક્ત ઉપક્રમે ૭૨માં સ્વતંત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

 

 

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદમાં ઠુંઠીકંકાસીયા રોડ, વણાંક તળાઈ હનુમાન મંદિર પાસે આવેલ બ્રાઇટ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ તથા લાયન્સ ગુજરાતી શાળા ના સંયુક્ત ઉપક્રમે ૭૨માં સ્વાતંત્ર પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી.

સવારના ૦૯:૩૦ કલાકે લાયન્સ ક્લબ ઝાલોદના પ્રમુખ લાયન પ્રકાશભાઈ અગ્રવાલ સાહેબના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ક્લબના સભ્ય લાયન ડો.સોનલ દેસાઈ સાહેબે વિદ્યાર્થીઓને, શિક્ષકોને, વાલીઓને તથા ઉપસ્થિત લાયન મેમ્બરોને સ્વચ્છતા અંગે સોગંધ લેવડાવ્યા હતા, જ્યારે શાળાના મંત્રી લાયન ડો. ચિંતનભાઈ અગ્રવાલ સાહેબે પણ પ્રસંગોચિત ઉદ્દબોધન હતું. તા.૦૧/૦૮/૨૦૧૪ થી તા. ૧૪/૦૮/૨૦૧૮ ને મહિલા સશક્તિકરણ પખવાડિયા તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજ રોજ ધ્વજવંદન બાદ વિદ્યાર્થીનીઓ દ્વારા જ પરેડ કરવામાં આવી હતી. ત્યારબાદ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિ ઉપર ડાન્સ કરી સ્વતંત્ર પર્વ ઉજવણી કરવામાં આવી હતી.

વધુમાં લાયન્સ ક્લબના પ્રમુખ, મંત્રી અને સભ્યો દ્વારા વિદ્યાર્થીઓને, આમંત્રિત વાલીઓને તથા મહેમાનોને બિસ્કિટના પેકેટ આપી આ પર્વની ઉજવણી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments