દાહોદ જિલ્લાના ઝાલોદ વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી આર.આર. ગોહેલે એક યાદીમાં જણાવ્યું છે કે, ચૂંટણી અધિકારી, ઝાલોદ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી ઝાલોદની કચેરી, મામલતદાર કચેરી, બીજા માળે, ઝાલોદ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી ઝાલોદ વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર ઝાલોદની કચેરી, બીજા માળે, ઝાલોદ સમક્ષ આગામી તા.૧૦/૧૧/૨૦૨૨ થી તા.૧૭/૧૧/૨૦૨૨ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧:૦૦ થી બપોરનાં ૦૩:૦૦ વાગ્યા વચ્ચે “કોરા ઉમેદવારી પત્ર” મેળવી શકાશે અને “ભરાયેલા ઉમેદવારી પત્ર” રજૂ કરી શકાશે. જે માટે નિયમોનુસાર નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૮/૧૧/૨૦૨૨ ના રોજ સવારના ૧૧:૦૦ વાગ્યાથી ઉક્ત કચેરીએ હાથ ધરાશે. તા.૨૧/૧૧/૨૦૨૨ ના બપોરના ૦૩:૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટિસ ઉક્ત કોઇ પણ અધિકારી સમક્ષ રજૂ કરી શકાશે. મતદાન કરવાનું થશે તો તા.૦૫/૧૨/૨૦૨૨ ના રોજ સાવરે ૦૮:૦૦ થી સાંજે ૦૫:૦૦ વચ્ચે થશે તેમ ચૂંટણી અધિકારી તરફથી જણાવાયું છે તેમ આર.આર. ગોહેલે જણાવ્યું છે.