KEYUR A. PARMAR – DAHOD
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનાં મુખ્ય મથક ઝાલોદ ખાતે લાયન્સ ક્લબ, ઝાલોદ સંચાલિત બ્રાઇટ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ તથા લાયન્સ ગુજરાતી શાળાના સંયુક્ત ઉપક્રમે આજ રોજ તા.૨૯.૦૯.૨૦૧૭ શુક્રવારના રોજ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
આજરોજ બ્રાઇટ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલના એસેમ્બલી હોલમાં લાયન્સ ક્લબ ઓફ ઝાલોદના લા. વંદનબેન મેહુલભાઈ દેસાઇ તથા લા.આશાબેન જયપ્રકાશ મહેતા કાલિકમાતાજી ની આરતી ઉતારી હતી ત્યારબાદ શાળાના આચાર્ય મુકેશભાઇ પંડ્યા અને બીજા સ્ટાફ સભ્યોએ પણ આરતી ઉતારી હતી અને ત્યારબાદ બન્ને માધ્યમના બાળકો તથા શિક્ષકો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબના લા. વંદનબેન મેહુલભાઈ દેસાઇ તથા લા.આશાબેન જયપ્રકાશ મહેતા એ નિર્ણાયક તરીકે કામગીરી બજાવી હતી અને બાળકોનો ઉત્સાહ વધરાયો હતો.
ત્યારબાદ આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ લા. ધર્મેન્દ્રભાઈ પી. અગ્રવાલ સાહેબ તથા મંત્રી લા. જવાહરભાઈ જે. અગ્રવાલ સાહેબે હાજરી આપી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. ઉપરોક્ત સમગ્ર કાર્યક્રમમાં બાળકોએ ખુબજ ઉત્સાહ સાથે ગરબાની રમઝટ બોલાવી હતી. જેમાં કે. જી થી ધોરણ ૨ સુધીમાં ગુજરાતી માધ્યમની ચૌધરી રાજેશ્વરીએ પ્રથમ સ્થાન કરેલ તથા અંગ્રેજી માધ્યમની ગરાસિયા પ્રાથ્વીને દ્વિતીય સ્થાન મળેલ, ત્યારબાદ ધોરણ ૩ થી ૭ માં ગુજરાતી માધ્યમની ગરાસિયા આરતી ને પ્રથમ સ્થાન મળેલ અને દ્વિતીય સ્થાન માટે અંગ્રેજી માધ્યમની બે બાલિકાઓના નામ સોની વારી અને ગરાસિયા પરીને પસંદ કરવામાં આવ્યા હતા ત્યારબાદ ધોરણ ૮ થી ૧૦ માં ગુજરાતી મધ્યમના ગારી રાજને પ્રથમ સ્થાન તથા ગુજરાતી મધ્યમની જ પારગી અભિજ્ઞાને દ્વિતીય સ્થાન પ્રાપ્ત મળેલ ત્યારબાદ વધુ આગળ જતાં શાળાના શિક્ષકગણમાં પ્રથમ સ્થાને ગુજરાતી મધ્યમના નિધિબેન પટેલને પ્રથમ સ્થાન તથા શાળાના એક્ટિવિટી ઇન્ચાર્જ કેયુરકુમાર એ. પરમારને દ્વિતીય સ્થાન માટે પસંદ કરવામાં આવ્યા હતા. તથા ગુજરાતી મધ્યમના સાહીનબેન સાઠીયા અને અંગેજી માધ્યમના શ્વેતાબેન પટેલને સ્પેશિયલ ગિફ્ટ તરીકે પ્રથમ અને દ્વિતીય ક્રમ આપવામાં આવ્યા હતા. ઉપરોક્ત તમામ વિજેતાઓને લાયન્સ ક્લબ ઓફ ઝાલોદ પરિવાર તરફથી મોમેન્ટો અને ગિફ્ટ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.