દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના મેખર ગામમાંથી એક ટ્રક ચાલક રેતી ભરીને પરત આજે તા.૧૦/૦૪/૨૦૧૮ મંગળવારના રોજ સવારમાં પરત આવ્યો અને ધુધસ ગામમાં તે રેતી ભરેલ ટ્રક ખાલી કરવા ગયેલ ત્યારે અચાનક એક હીરો હોન્ડા બાઇક નંબર GJ-17 M-2846 નો સવાર ટ્રકના આગળના ભાગમાં ખાલી સાઈડ ભરાઈ ગયો હતો પરંતુ તેને સદનસીબે કોઈ પણ જાતની ઇજા પહોંચી ન હતી. ત્યારે ટ્રક ડ્રાઇવરે તેના માલિકને ફોન કરતા તે ત્યાં આવી પહોંચેલ ત્યારે બાઇક સવારના ગામના પણ ૩૦ થી ૪૦ માણસોનું ટોળું આવી ગયેલ અને ટ્રક માલિક પાસે થી નુકશાની પેટે ₹.૧,૨૫,૦૦૦/- આપો નહીં તો તમારી ટ્રકને સળગાવી દઈશું તેમ કહી ટ્રકના આગળના ભાગમાં આગ ચાંપી દઈ ટ્રકને સળગાવી દીધી હતી અને લોકટોળાએ ટ્રક માલિકને જો રૂપિયા નહીં આપો અને જો ફરિયાદ કરી છે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી નાસી ગયા હતા.
આ બનાવ સંદર્ભે ત્યાં પોલીસ પણ આવી પહોંચી હતી ત્યારે ટ્રક માલિકે તે ટોળામાંથી ૮ વ્યક્તિને ઓળખી કાઢી તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે તેમના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વધુ માહિતી મુજબ ફતેપુરા ગામમાં નાની-નાની બાબતોમાં લોકો દ્વારા ટોળા બનીને ધાકધમકીઓ આપવાની પ્રથાએ વધુ વેગ પકડ્યો છે એવી માહિતી મળી રહેલ છે. આ બાબતે તંત્ર કડક વલણ અપનાવે તો વચેટિયાઓને મળતા વેગમા સુધારો થાય અને લાલચમાં આવા બનતા બનાવો ટળી શકે એવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે.