દાહોદ જિલ્લાના સંજેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી SOG PSI એન. જે. પંચાલ તથા SOG સ્ટાફના માણસોએ તા.૦૨/૦૭/૨૦૧૮ના રોજ જુદા જુદા દરની બનાવટની ડુપ્લીકેટ નોટ નંગ ૧૮૩ કુલ ₹.૧,૭૪,૯૦૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓ ઝડપાઇ ગયેલ જે સંબંધે સંજેલી પો.સ્ટે.ફ.ગુ.ર.નં. ૨૦/૧૮ ઈ.પી.કો.કલમ ૪૮૯ (ખ), (ગ) ૧૧૪ મુજબ ગુનો રજીસ્ટર કરેલ જે ગુનામાં અગાઉ કુલ ત્રણ આરોપીઓ ડુપ્લીકેટ ચલણી નોટો તથા ગાડી સાથે ઝડપી પાડેલ હતા. જેઓના રિમાન્ડ દરમિયાન ગુનાના મૂળ સુધી પહોંચી મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવા સારું પોલીસ અધિક્ષક પ્રેમ વીર સિંહનાઓએ SOG PSI એન.જે. પંચાલનાઓને જરૂરી સુચન અને માર્ગદર્શન કરેલ.
જે અનુસંધાને અગાઉ પકડાયેલા આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછમાં આ ગુનાના મુખ્ય સૂત્રધારોનું પેંગરુ મહારાષ્ટ્ર રાજ્યના જુદા જુદા ગામો નાસિક પાથર્ડી ફાટા, પરભણી, મુર્તીજાપુર નવી કોલોની આરોપીઓના આશ્રય સ્થાનો ઉપર છાપો મારી ઝડપી પાડવામાં આવેલ
તપાસમાં રિમાન્ડ દરમિયાન પકડાયેલા આરોપીઓ (૧) ગણેશ ઉર્ફે ગણેશગીરી જાતે રાઠોડ રહે. નાસિક પાથર્ડી ફાંટા રો હાઉસ નરહરી નગર, ઓમ શાંતિ કવા.નં.૧૩, તા. જિ. નાશિક મહારાષ્ટ્ર, (૨) ઇશાકભાઇ ઉર્ફે હાજી સાહબ શેખ યુસુફભાઇ જાતે સૈયદ રહે. બાબુલ ગામ તા.બસમત જિ. હિંગોલી મહારાષ્ટ્ર, (૩) રીયાજુદ્દીન ઉર્ફે રીયાજશેખ ગ્યાસુદ્દીન જાતે સૈયદ રહે. હાલ મુર્તીજાપુર નવી કોલોની (ઘરકુલ) કબ્રસ્તાનની પાસે, તા.ર્મુતુજાપુર જિ. આંકોલા અકોટફેલ ૧૬૦૦ પ્લોટ ફેમસ બેકરી પાછળ મહારાષ્ટ્ર.
રિકવર કરેલ મુદ્દામાલ : –
(૧) કલર ઝેરોક્ષ મશીન સાથેનું
(૨) બનાવટી નોટો છાપવાના કાગળો.
(૩) કલર ઝેરોક્ષ કરેલ નોટો કાપવા માટેનો કાચ વિગેરે સાધનસામગ્રી
(૪) મોબાઇલ ફોન નં – ૨, આમ મળી કુલ મુદ્દામાલ કિં.₹.૧૬,૫૦૦/- રીકવર કરેલ છે.
પકડાયેલા આરોપી અગાઉ મહારાષ્ટ્ર રાજ્યના બાસંબા પો. સ્ટે.માં બનાવટી ચલણી નોટોના ગુનામાં પકડાયેલ જે ત્રણ માસ પહેલા મહારાષ્ટ્રના પરભણી સેન્ટ્રલ જેલમાંથી જામીન છુટેલ છે, તેમજ રિયાજુદ્દીન ઉર્ફે રીયાજશેખ ગ્યાસુદ્દીન જાતે સૈયદ મહારાષ્ટ્રના હિંગોલી પો.સ્ટે.માં નાર્કોટિક્સના ગુનામાં પકડાયેલ જે દોઢેક માસ પહેલા મહારાષ્ટ્રના પરભણી સેન્ટ્રલ જેલમાંથી છૂટેલ છે. ઉપરોક્ત આરોપીઓ જેલમાં ભેગા હતા ત્યાંરે ડુપ્લીકેટ નોટો છાપવાનું ષડયંત્ર રચેલ હોવાની કબૂલાત કરેલ.
આમ દાહોદ SOG પોલીસને ગણતરીના દિવસોમાં ડુપ્લીલેટ ચલણી નોટો સમગ્ર ગુનાના નેટવર્કનો પર્દાફાશ કરી ગુન્હાના મૂળ સુધી પહોંચી આરોપીઓને પ્રિન્ટિંગ મશીન તથા સાધન સામગ્રી સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે