ગત તા.૨૯/૦૧/૨૦૨૦ ને બુધવારની સવારના અંદાજે ૦૬:૦૦ કલાકે ગરબાડા તાલુકાના ખજુરીયા ગામના રહીશ કુમારી રંગીતાબેન ખૂમસિંગભાઈ પલાસ ઉ.વ. આશરે 12 વર્ષ તેમના સંબંધીઓ સાથે ૩ કિ.મી.દૂર આવેલ ધાનપુર તાલુકાના વાસિયા ડુંગરી રેન્જના કાર્યક્ષેત્ર વિસ્તારમાં આવેલ કાંટુ જંગલ ભાગમાં લાકડા લેવા ગયા હતા. તે દરમિયાન વન્ય પ્રાણી દીપડા દ્વારા રંગીતાબેન પર અચાનક હુમલો કરી ગળાના ભાગે બચકું ભરી ગંભીર ઇજા કરેલ હતી. તેઓને સારવાર માટે ૧૦૮ દ્વારા નજીકના હવે જેસાવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર લઈ જવામાં આવેલ હતા ત્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સદર બનાવની વન વિભાગને જાણ થતા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી જઈ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. અને સરકારશ્રીની જોગવાઈ અનુસાર મૃતક બાળકીના પિતાને નાણાકીય સહાય ચૂકવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. વધુમાં અન્ય કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નાયબ વન સંરક્ષક બારીયા સાહેબની સૂચના અન્વયે હાલમાં ઘટના સ્થળથી નજીકમાં આવેલા ગામોમાં વનવિભાગની ૩૦ જણાની ટીમ દ્વારા જંગલ ભાગમાં ન જવા તથા વન્ય પ્રાણીઓ દ્વારા હુમલો કરવામાં આવે તો બચવા માટે શું કરવું તેની તકેદારી રાખવી તે બાબતે જનજાગૃતિ અભિયાન ચાલુ કરવામાં આવેલ છે.
દાહોદ જિલ્લા વનવિભાગ ની કચેરી દેવગઢબરીયા દ્વારા દાહોદ ડેપ્યુટી કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ (D. C. F.) ના હસ્તે દીપડા દ્વારા માનવ મૃત્યુમાં ભોગ બનેલી 12 વર્ષીય બાળકીના માતા-પિતાને ₹. 4 લાખનો ચેક આપવામાં આવ્યો હતો