દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરભાઈ પારેખ દ્વારા ઢઢેલા પ્રાથમિક શાળામાં ચાલતા ફળીયા શિક્ષણની મુલાકાત કરી હતી.
દાહોદ જિલ્લાની પ્રાથમિક શાળાના બાળકોના અભ્યાસ માટે સતત પ્રયત્નશીલ રહેતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાઅધિકારી મયુરભાઈ પારેખ ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે ઢઢેલા પ્રાથમિક શાળામાં ચાલતા ફળીયા શિક્ષણની મુલાકાત કરી હતી. તથા ગૌરીવ્રત નિમિતે કન્યાઓને ફ્રૂટ – સૂકો મેવો આપ્યો, જયારે દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
જિલ્લાના બાળકોના અભ્યાસ માટે સતત ચિંતિત શિક્ષણાધિકારી દરરોજ શાળાઓની તથા ફળીયામાં ચાલતા ફળીયા શિક્ષણની મુલાકાત કરી માર્ગદર્શન આપી રહ્યા છે. સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિ પણ કરી રહ્યા છે. ઢઢેલા પ્રાથમિક શાળામાં ચાલતા ફળીયા શિક્ષણ માટે આચાર્ય નરેન્દ્ર પંચાલ અને સી.આર.સી. હિરેન પ્રજાપતિને અભિનંદન આપ્યા હતા.