આજે તા.25/11/2025 ને મંગળવારના રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય ટીલાવત, એપિડેમિક મેડિકલ ઓફિસર ડૉ.નયન જોષી, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.બી.કે. સિંઘના માર્ગદર્શન હેઠળ “તમાકુ મુક્ત યુવા અભિયાન 3.0” અંતર્ગત આરોગ્યલક્ષી યોજનાઓને આગળ ધપાવતાં ડો.શિલ્પન આર.જોષી મેમોરિયલ હાઈસ્કુલ સંજેલી તાલુકા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંડલી અને RBSK ટીમ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો.
આ કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓને તમાકુના વ્યસનથી થતા સ્વાસ્થ્ય નુકસાન અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત COTPA – 2003 અંતર્ગત લાગુ કાયદાઓ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. જેથી વિદ્યાર્થીઓ કાનૂની જાગૃતિ સાથે સ્વસ્થ જીવન તરફ પ્રેરાઈ શકે. આ કાર્યક્રમ દ્વારા શાળાને “તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા” તરીકે જાહેર કરવામાં આવી, જે શાળા અને આરોગ્ય વિભાગના સંયુક્ત પ્રયાસોની મહત્વપૂર્ણ સિદ્ધિરૂપ છે.
કાર્યક્રમને સફળ બનાવતા માંડલી પી.એચ.સી. ના ડૉ.યોગેન્દ્ર રતેડા, આર.બી.એસ.કે. નોડલ મેડિકલ ઓફિસર માંડલી તેમજ શાળાના આચાર્ય અને શિક્ષકગણની સક્રિય હાજરી અને સહયોગ મહત્વપૂર્ણ રહ્યો.


