Wednesday, January 22, 2025
Google search engine
HomeDahod - દાહોદતમે વિદેશ જશો તો ડોલર લઇ જશો પણ ઉપર જશો તો...

તમે વિદેશ જશો તો ડોલર લઇ જશો પણ ઉપર જશો તો શું લઇ જશો : પ.પુ.આચાર્ય ભગવંત શ્રી મુક્તીપ્રભ સુરીશ્વર મ.સા.ના પાવન પગલાનો લાભ દાહોદ શ્વેતાંબર જૈન સમાજ ને મળ્યો

keyur parmar
logo-newstok-272-150x53(1)
Special Report Keyur Parmar 
                            દાહોદમાં તાજેતરમાં મધ્યપ્રદેશ બાજુથી વિહાર કરીને આવતા આચાર્ય ભગવંત શ્રી પ.પુ.મુક્તીપ્રભ સુરીશ્વર મ.સા. શ્રી અક્ષયભદ્ર મ.સા.તથા પન્યાસપ્રવર પુન્યપ્રભ સુરીશ્વરના અને આડી થાણા 11ના પાવન પગલાનો લાભ મળ્યો હતો. જોકે  દાહોદના તેમના સ્થાયી બે દિવસ દરમ્યાન તેઓ એ પોતાના વ્યાખ્યાનથી દાહોદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ના શ્રાવકો ને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.
                     પોતાના આગમના જ્ઞાનને દાહોદના શ્રાવકોમાં પીરસતા તેમને જણાવ્યું હતું કે તમારે જો વિદેશ જવું હોય તો જેમ રૂપિયા ને ડોલરમાં ફેરવવા ની જરૂર પડે છે તેમજ સ્વર્ગમાં જવું હોય તો સત્કાર્યો ને પુણ્યમાં ફેરવવાની જરૂર પડે છે. તમે કઈ પણ કરો ઉપવાસ , નવકારશી  , બેશનું  પણ જો તમે તેનું પચખાણ ના લીધું તો તમને તેનું પુણ્ય ફળ મળે નહિ. સારી ગતિ માટે સારા કર્યો ઝરૂરી છે. આપડે જયારે સૂર્યોદય પછી નવકારશી અને સુર્યાસ્થ પછી રાત્રી બોજાન ત્યાગ ની વાતો કરીએ ત્યારે ઘણા લોકો કેહતા હોય છે કે જુના જમાના માં લાઈટો  નહતી એટલી મોડા નોટા ખાતા , પણ ના એવું નથી લાઈટો ના પ્રક્ષ થી અંનત કયે જીવો લાઇટ તરફ ખીચાય અને તમે  તેમાં પડે એ એટલા સુક્ષ્મ હોય છે કે તમે એને જોઈ શકતા નથી. જો આજીવો આપણા પેટમા જાય કે નહિ ? તો શું આપણુ પેટ કબ્રસ્તાન છે? નથી ને તો એટલા માટેજ આપડે રાત્રી ભોજન નો ત્યાગ લખેલો છે.અને સૂર્યોદય પેહલા એટલા માટે કે સૂર્યના પ્રકાશ થી જીવાતો દુર જાય અને વાતાવરણ ને શુદ્ધ કરે છે જેથી સવારની નવકારશીસૂર્યોદય પછી કીધી છે. જૈન શાસ્ત્ર વિજ્ઞાન છે તેને સમજવા કરતા અનુકરણ કરવાથી ઘણો લાભ થશે.આટલું ભાતું તેમની મધુર વાણીથી પીરસી તેઓ એ વિરામ લીધો હતો. અને  બાદ તેજ દિવસે સાંજના તેઓ તથા આદીઠાણા 11વિહારમાં નીકળી ગયા હતા. તેઓની પાવન નીશ્રામાં અયોધ્યાપુરમ થી પાલીતાણા અને પાલીતાણા ગીરનાર બે ચરીપાલત સંઘ નીકળવાના છે જેમાં  જે શ્રાવકોએ લાભ લેવો હોય તેમે પધારવું તેવું નીમંત્રન છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments