રાજકોટના એક ગૌરક્ષકોએ આત્મવિલોપન જેવું દુ:ખદ પગલું ભર્યું તે ગુજરાત સરકારની ગૌવંશ હત્યા વિરોધી કામગીરીની નિષ્ફળતાની ચાડી ખાય છે. જો સરકારે ગૌવંશ હત્યા વિરોધી કાયદાનો સામાન્ય અમલ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો તો આવા પગલા ગૌભક્તોએ ઉઠાવવાની જરૂર ન પડત. ગુજરાતમાં ગૌ હત્યા વિરોધી કાયદો તદ્દન પાંગળો પુરવાર થયો છે. અને સરકારી તંત્ર દ્વારા તેના અમલીકરણમાં ઉદાસીનતા દાખવી ગૌહત્યારાઓને મોકલું મેદાન ગુજરાતમાં આપવામાં આવેલ છે.
અમારી સરકારને સ્પષ્ટ ચેતવણી છે કે ગૌવંશની હત્યા દ્વારા અમારી ગૌમાતા પ્રત્યેની આસ્થા અને ધાર્મિક લાગણી પર તજુઘાત સમો પ્રહાર છે. જો કડક કાયદા અને તેના મલીકરણ દ્વારા હવે રોકવામાં નહિ આવે તો રાજકોટમાં જે આક્રોશ દેખાયો તે એક ઝાંખી છે. સમગ્ર ગુજરાતની પ્રજા આ બાબતે એકત્રિત થઇ અને આવનારા દિવસોમાં ગૌમાતાના રક્ષણ માટે કંઈપણ કરી છુટવામાટે તૈયાર છે અને તેના કારણે થતા ગભીર પરિણામ ભોગવવા સરકારે તૈયાર રહેવું પડશે.