Sunday, January 26, 2025
Google search engine
HomeViramgam - વિરમગામતાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા “વર્લ્ડ નો ટોબેકો ડે” ની ઉજવણી કરવામાં...

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા “વર્લ્ડ નો ટોબેકો ડે” ની ઉજવણી કરવામાં આવી

VANDANA VASUKIYA – VIRAMGAM

 

 

THIS NEWS IS SPONSORED BY: RAHUL MOTORS

– તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે શિબીર તથા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ.

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ, નશાબંધી અને આબકારી ખાતુ અમદાવાદ તથા અખીલ વિશ્વ ગાયત્રી પરીવારના સંયુક્ત ઉપક્રમે વિરમગામ ખાતે વર્લ્ડ નો ટોબેકો ડે ઉજવણી અંતર્ગત શિબીર તથા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમના નોડલ ઓફિસર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ તથા જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ચિંતન દેસાઇના માર્ગદર્શન મુજબ વિરમગામ ખાતે શિબીર તથા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. અખિલ વિશ્વ ગાયત્રી પરીવાર દ્વારા વ્યસન મુક્તિ અભિયાન અતર્ગત પ્રદર્શનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, નશાબંધી અને આબકારી ખાતુ અમદાવાદના અધિક્ષક રમેશભાઇ વસાવા, નશાબંધી મંડળ ગુજરાતના ગણપતભાઇ પંડ્યા, આર.આઇ.ઇગલે, અખિલ વિશ્વ ગાયત્રી પરીવારના રમેશભાઇ જોષી, ગીરીશભાઇ પટેલ, નીલકંઠ વાસુકિયા, ગૌરીબેન મકવાણા, વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરો, આરબીએસકે મેડિકલ ઓફિસર, સુપરવાઇઝરો સહિત આરોગ્ય કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા જણાવ્યુ હતુ કે તમાકુ ના વ્યસન થી બચવા માટે વર્તન બદલાશે તો જ તમાકુ મુકત બની શકીશુ તમાકુ શરીર ને નુકશાન કારક હોવાથી તેના વ્યસન થી દુર રહેવુ જોઇએ. ગુટખા, પાનમસાલા, બીડી, સીગારેટ થી વ્યકિત અને વ્યકિતઓની જીંદગી બરબાદ થઇ જાય છે તેથી તમાકુ મુકત સમાજ અને તમાકુ મુકત ગુજરાત બનાવવા માટે કાયદાનો કડકાઇથી અમલ કરીને દંડ વસુલ કરવા માટે જાણકારી આપી હતી. નશો એ નાશનું મુળ છે. નશાના કારણે વ્યક્તિના શરીરને તો નુકશાન થાય છે સાથે સાથે પરીવારને પણ નુકશાન ભોગવવું પડે છે. તમાકુમાં નિકોટીન નામનુ ઝેરી તત્વ રહેલુ હોય છે. જે શરીરમાં દાખલ થતા જ્ઞાન તંતુઓને ઉત્તેજીત કરે છે અને શરીર તથા મનને ક્ષણીક ખુબ જ સારૂ લાગે છે. જો થોડીવારમાં બીડી, સીગારેટ, મસાલા, ગુટખાનું સેવન ન કરે તો બેચેની ઉભી થાય છે. આ ક્ષણીક આનંદ માટે નશાની કાયમી આદત પડી જાય છે. જે આખરે વિનાશનું કારણ પણ બની શકે છે. વ્યસનના કારણે કેન્સર, ટીબી, આખની તકલીફો, શ્વાસની તકલીફો, આંતરડાની બિમારીઓ પણ થઇ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments