ગ્રાહક બનાવીને લોન આપવીસ કહી વિશ્વાસમાં લઈને ઠગાઈ કરતો હતો
ફતેપુરા તાલુકામાં વારંવાર લોકો સાથે છેતરપિંડી થતી હોય છે ત્યારે ચારેક વર્ષ પહેલાં છેતરપિંડી કરીને નાસતા ફરતા આરોપીને પોલીસે પકડી ને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો ફતેપુરા ના P.S.I. સી.બી. બરંડા તથા સ્ટાફને મળેલી ખાનગી બાતમીના આધારે છેલ્લા ચાર વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડયો હતો.
ફતેપુરા તાલુકાના ગામના વાસીયાકુઈના ભરતભાઈ જોતીભાઈ ભાભોરે કરેલી ફરિયાદના અનુસંધાનમાં આરોપી અલ્પેશકુમાર જેન્તીભાઈ ચરપોટ, ભાવેશકુમાર અલ્પેશભાઈ ચરપોટ રહે કુપડા તેમજ અલ્કેશકુમાર રમણલાલ બરજોડ રહે વલુંડા તથા રમેશભાઈ રુપાભાઈ મછાર રહે ગાંગડીયા ઉબેર ટેકરા સંતરામપુર ગ્રાહકો પાસે થી રૂપિયા 75000 તેમજ અન્ય ગ્રાહકો પાસેથી અલગ અલગ કામ લઈ રીસીપ્ટ આપી ગ્રાહકોને વિશ્વાસમાં લઇ પૂર્વ આયોજિત કાવતરું રચી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ઠગાઈ કરતા ફરિયાદીએ ફરિયાદ આપેલી અને આ ગુનામાં આરોપી ત્રણ પકડાઈ ગયેલા હતા પરંતુ આરોપી નંબર ચારનો ગુના કર્યા બાદ નાસતા ફરતા હતા ત્યારે આજે તા.૧૧/૦૪/૨૦૨૨ ને શુક્રવારના રોજ ખાનગી બાતમી મળી કે આરોપી તેના ઘરે છે તો તે બાતમીના આધારે પી.એસ.આઇ તેમજ સ્ટાફના માણસો દ્વારા બાતમીના આધારે આરોપી રમેશભાઈ રુપાભાઈ મછાર ગાંગડીયા ઉંબેર ટેકરાને ઝડપી પાડી જેલના હવાલે કરી દીધો હતો.