PRIYANK CHAUHAN – GARBADA
ગરબાડા તાલુકાના પાટાડુંગરી ખાતે આવેલ બાબા ઘોડાજાદેવ સ્થાનક ઉપર દર બાર વર્ષે કરવામાં આવતી પાંચ દિવસીય બાર પડલી ભોગની ધાર્મિક વિધિના કાર્યક્રમનું આયોજન ગરબાડાના પટેલ પરીવારની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું અને આજ રોજ બાબા ઘોડાજાદેવ સ્થાનક ઉપર હજારોની જનમેદનીની ઉપસ્થિતિમાં બાર પડલી ભોગની ધાર્મિક વિધિ સંપન્ન કરવામાં આવી હતી.
પાંચ દિવસથી ચાલતી બાર પડલીની ધાર્મિક વિધિ દરમ્યાન અશોકભાઇ પટેલ તથા બડવો, પુજારો સહિતના લોકોએ અષાઢ વદ એકમના દિવસથી ગરબાડા ખાતે આમલીના ઝાડ નીચે આવેલ ગાથલા ઉપર બાબા ઘોડાજાદેવના ગાયણા ગાઈ બાબા ઘોડાજાદેવની આરાધના કરી જાગરણ કરવામાં આવી હતી અને બાબા ઘોડાજાદેવની આરાધના દરમ્યાન બડવાને પવન આવતા બાબા ઘોડાજાદેવ દેવસ્થાને જવા માટે બડવા દ્વારા આદેશ થતાં અશોકભાઇ પટેલ તથા બડવો, પુજારો સહિતના લોકોએ તા.૧૨/૦૭/૨૦૧૭ ના રોજ પાટાડુંગરી ખાતે આવેલ બાબા ઘોડાજાદેવ સ્થાનક ઉપર જવા વાજતે ગાજતે પ્રયાણ કર્યું હતું અને બાબા ઘોડાજાદેવ સ્થાનક ઉપર જઈને પારંપારિક ધાર્મિક વિધિ કરવામાં આવી હતી.
આજ તા.૧૪/૦૭/૨૦૧૭ના રોજ બાર પડલીની ધાર્મિક વિધિ દરમ્યાન હજારોની સંખ્યામાં માનવમહેરામણ પાટાડુંગરી ખાતે આવેલ બાબા ઘોડાજાદેવ સ્થાનક ઉપર ઉમટી પડ્યું હતું અને ત્યાં લોકોની ઉપસ્થિતિમાં બડવાને પવન આવતા બડવા દ્વારા બાબા દેવના ડુંગરને હારવવામાં આવ્યો હતો અને હજારો લોકોની ઉપસ્થિતિમાં બાર પડલી ભોગની ધાર્મિક વિધિ સંપન્ન કરવામાં આવી હતી.