આજથી દશામાંના વ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ગરબાડા તાલુકાની મહિલાઓમાં આ વ્રતને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગરબાડા નગર સહિત ગરબાડા તાલુકામાં દશામાંના વ્રતની ઉજવણી કરવા મહિલાઓ દશામાંની મૂર્તિ ખરીદી કરી વાજતેગાજતે પોતાના ઘરે લઈ જઈ મહિલાઓએ દશામાંની મૂર્તિનું સ્થાપન કરી ધર્મ અને આસ્થા સાથે દશ દિવસના દશામાંના વ્રતનો આજથી પ્રારંભ કરેલ છે. દશામાંની મુર્તિ ઘરે લઈ જતાં ભક્તજનો તસવીરમાં નજરે પડે છે.