SACHIN RAO – DANTIWADA
તાલુકામાં આવેલ ડાભીપુરા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો, જેમાં મુખ્ય મહેમાનમાં પૂર્વ જિલ્લા પ્રમુખ અને જિલ્લા પંચાયત સદસ્ય રાજુભાઈ જોષી, સીડીપીઓ પરમાર મંજુલાબેન, દાંતીવાડા તાલુકા યુવા ભાજપ પ્રમુખ દિનેશભાઇ બોકા, મહામંત્રી તા.પ્રા.શી. સંઘ, દરજી હરેશભાઇ, આંગણવાડી સુપરવાઈઝર દર્શનાબેન, સીઆરસી મોટી મહુડી પરમાર નરેન્દ્રસિંહ, બીઆરપી દક્ષાબેન ઈટાલીયા ઉપસ્થિત રહેલ અને શાળાના સ્ટાફ મિત્રો દ્વારા કાર્યક્રમનું સરસ આયોજન કરવામાં આવેલ તેમજ દિનેશભાઇ બોકા દ્વારા શાળા પ્રવેશોત્સવનું મહત્વ વિસ્તૃતમાં બાળકોને સમજાવેલ અને રાજુભાઈ જોષી દ્વારા બાળકોના વાલીઓ પાસે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલ કે પોતાના બાળકોને નિયમિત શાળાએ લેવામૂકવા આવવું તેમજ બાળકોના અભ્યાસની ચકાસણી માટે નિયમિત શાળાના શિક્ષકો સાથે મુલાકાત કરવી તેમજ આજે શાળામાં નવીન પ્રવેશ પામેલ બાળકોને બેગ, પેન, બુકો અને ચોકલેટ આપી શાળા પ્રવેશોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ.