SACHIN BAROT – BANASKANTHA
દાંતીવાડા તાલુકામાં આવેલ કોલોની ખાતે NSUIની મિટિંગ યોજાઈ ! નવસારી કૃષિ વિશ્વ-વિદ્યાલયના ફોરેસ્ટ્રી મહાવિદ્યાલય ના વિદ્યાર્થીની માગણીઓનાં અંતર્ગત NSUIની મિટિંગ યોજાઈ.
દાંતીવાડા તાલુકામાં આવેલ કોલોની ખાતે આજરોજ NSUI ના કાર્યકર્તાઓ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં નવસારી કૃષિ વિશ્વ-વિદ્યાલયના ફોરેસ્ટ્રી મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ પોતાની ન્યાયિક માંગણીઓ સાથે હડતાલ પર બેઠા છે તેમજ છેલ્લા કેટલાક દિવસોથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને હોસ્ટેલમાંથી બરતરફ કરવામાં આવેલ છે જેના અંતર્ગત વિદ્યાર્થીઓની માંગણીઓ સંતોષવા માં આવે તે માટેની ચર્ચાઓ સાથે આજે મિટિંગ યોજવામાં આવી તેમજ જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરીશું એવી ચીમકી પ્રદેશ NSUI ના મહામંત્રી કુલદીપભાઈ ગૌસ્વામીએ ઉચ્ચારેલ તેમજ આ મિટિંગમાં કુલદીપભાઈ ગૌસ્વામી પ્રદેશ પ્રમુખ NSUI, નીતિનભાઈ પટેલ જિલ્લા પ્રમુખ NSUI, કરમસી રબારી પૂર્વ ઉપપ્રમુખ જિલ્લા NSUI, નયનભાઇ તેમજ બીજા કાર્યકર્તા ઉપસ્થિત રહેલ.