Friday, December 27, 2024
Google search engine
HomeBanaskantha - બનાસકાંઠાદાંતીવાડા તાલુકામાં આવેલ બનાસ નદી પરનો પુલ બિસ્માર હાલતમાં !!!!

દાંતીવાડા તાલુકામાં આવેલ બનાસ નદી પરનો પુલ બિસ્માર હાલતમાં !!!!

Sachin Rao - Dantiwada

logo-newstok-272-150x53(1)

SACHIN RATHOD – DANTIWADA

છેલ્લા 1 વર્ષથી પુલની સંરક્ષણ દીવાલો તૂટેલી હાલતમાં છતાં તંત્ર મૌન !

ગંભીર અકસ્માત થવાની ભીતિ તાલુકાના લોકોમાં રોષ !

 

દાંતીવાડા તાલુકામાં આવેલ બનાસ નદી પર બનાવેલ પુલ જ્યારથી બન્યો છે ત્યારથી ચર્ચાસ્પદ રહ્યો છે ત્યારે પુલની સંરક્ષણ દીવાલો અંદાજિત 1 વર્ષથી તૂટેલી હાલત માં છે તેમજ આ પુલ પાર કામ હલકી ગુણવત્તાનું થયું હોય તેવું લાગી રહ્યું છે અને પુલ પરનો રોડ ઉબડખાબડ હોવાથી અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે તેમજ પુલની સરક્ષણ દીવાલ ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે અને આ પુલ પરથી રાજસ્થાન અને ગુજરાતના વાહનો અવરજવર કરતા હોય છે તેમજ રાજકીય નેતાઓ અને સરકારી અધિકારીઓ પણ આ રોડ પરથી અવરજવર કરે છે પરંતુ આ પુલની પરિસ્થિતિ કોઈને ધ્યાનમાં આવતી નથી અને આ પુલની સંરક્ષણ દીવાલ એટલા હદ સુધી તૂટેલી છે કે કોઈ વાહનચાલક  ડાયરેક નદીમાં ખાબકી શકે છે અને ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે પરંતુ તંત્ર ખબર નહિ કેમ મૌન સેવી રહ્યું છે ? આ વિષય પર ભારતીય જનતા પાર્ટીના દાંતીવાડા તાલુકા પ્રમુખ નટુભાઈ ચૌધરી જોડે વાત કરતા જણાવેલ કે અમે માર્ગમકાન વિભાગ પાલનપુર ખાતે રજુવાત કરેલ છે અને તેમને અમને ખાતરી આપેલ છે કે ટૂંક સમયમાં આનું કામ થઇ જશે તેમજ દાંતીવાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નટવરસિંહ વાઘેલા દ્વારા જણાવેલ કે આ પુલ બન્યો ત્યારથી ચર્ચામાં છે અને હલકી ગુણવત્તાનું કામ થયેલ છે અને આ પુલ પર અવારનવાર અકસ્માતો સર્જાયેલા છે તેમજ આ પુલના સમારકામ માટે અમે આગળ રજુવાતો કરેલ છે અને ફરી અમે આગળ રજુવાત કરીશું અને જો આ પુલનું સમારકામ નહિ થાય તો અમે અમારી લડત લડીશું હવે જોવું એ રહ્યું કે સરકારી તંત્ર પોતાની ઘોર નિંદ્રામાંથી જાગી આ પુલનું સમારકામ કરાવશે કે નહિ ? જો આનું સમારકામ તાબડતોબ નહિ થાય તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે અને તાલુકાના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને લોકમાંગ ઉઠવા પામી છે કે આ પુલનું સમારકામ ઝડપી કરાવવામાં આવે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments