SACHIN RAO – DANTIWADA
અંદાજિત 110 નિઃશુલ્ક એસટી બસના પાસનું વિતરણ કરાયું !
દાંતીવાડા તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી દાંતીવાડા તાલુકા યુવા ભાજપ દ્વારા શોભનીય કામગીરી કરવામાં આવી રહી છે તેમજ આજરોજ દાંતીવાડા તાલુકા યુવા ભાજપ દ્વારા દાંતીવાડા તાલુકામાં વિદ્યાર્થીનીઓને નિઃશુલ્ક એસટી બસના પાસનું અર્બુદા માધ્યમિક વિદ્યાલય અને પાંથાવાડા હાઈસ્કૂલ માં વિતરણ કરવામાં આવ્યું તેમજ દાંતીવાડા તાલુકાની બધીજ શાળાઓમાં આવનાર સમયમાં નિઃશુલ્ક એસટી બસના પાસનું વિતરણ કરવામાં આવશે. તેમજ આજના કાર્યક્રમમાં નિવૃત DYSP અને ડિરેક્ટર બનાસ ડેરી પી.જે.ચૌધરી, તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ ચૌધરી, APMC ચેરમેન હરજીવનભાઇ, પાંથાવાડા PSI બી.એ.ચૌધરી, જિલ્લા યુવા ભાજપના મંત્રી હિમ્મતસિંહ રાઠોડ, દાંતીવાડા તાલુકા ભાજપ મહામંત્રી દિનેશભાઇ મેવાડા, અર્બુદા માધ્યમિક વિદ્યાલયના પ્રમુખ માવજીભાઈ ચૌધરી, મંત્રી પ્રકાશભાઈ સોની તેમજ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરનાર દાંતીવાડા તાલુકા યુવા ભાજપ પ્રમુખ દિનેશભાઇ બોકા, મહામંત્રી સિધ્ધરાજસિંહ વાઘેલા, ઉપપ્રમુખ દિનેશભાઇ, બળવંતભાઈ, મંત્રી ત્રિકમભાઇ, મનહરસિંહ, જીવરાજભાઈ દેસાઈ, હરિભાઈ ચૌધરી, સુરેન્દ્રસિંહ દેવડા, સુજાનસિંહ વાઘેલા, ગોકળભાઇ તેમજ શાળાના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહેલ અને આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓને નિઃશુલ્ક એસટી બસના પાસનું વિતરણ કરવામાં આવ્યું અને દિનેશભાઇ બોકા દ્વારા જણાવેલ કે અમારી ટીમ દ્વારા વિદ્યાર્થીઓને બનતા પ્રયત્નો કરીશું.