PRAVIN KALAL – FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા બસ સ્ટેશનનાં ધાબાના પતરા ખુલીને ઉડે છે મુસાફરને વાગવાની દહેશત હંમેશા મુસાફરોને રહે છે. આ બાબતની તંત્રને જાણ કરવા છતાં કોઈ પરિણામ આવતું નથી.
ફતેપુરા બસ સ્ટેશન ઉપર ફિટ કરેલા પતરા બરાબર ફીટીંગ નહીં કરેલા હોવાથી ચોમાસાની ઋતુમાં વરસાદી પવન ફૂંકાતા વારંવાર ઉડે છે અને ઉપર અડધા ખુલ્લા થઈ ગયેલ છે તે હવાથી ઉંચા-નીચા થઇને ટકરાય છે, પતરા ખુલીને ઉડી કોઈ પેસેન્જર ઉપર પડશે અને કોઈ જાનહાની થશે તેની જવાબદારી કોણ લેશે? માહિતી મુજબ ખાતાકીય જાણકારી લેખિતમાં અને ટેલિફોનિક રીતે જાણ પણ કરવામાં અવી છે, આ બાબતને દસ દિવસ થવા છતા પણ કોઈ કામગીરી કરવામાં આવી નથી તો શું તંત્ર કોઈને હાની પહોંચવાની રાહ જુવે છે?
બીજી બાજુ બસ સ્ટેશનની બહાર નીકળતો રોડ ન બનતા અને બસ સ્ટેશનના RCC રોડમાં ખાડા પડી ગયેલાનું પણ રિપેરીગ કામ ન થતા પેસેન્જરોને પારાવાર મુશ્કેલી પડે છે. નવીન બસ સ્ટેશન બન્યાને બે દાયકા થયા છતા પણ હજી સુધી બસ સ્ટેશનમાં એન્ટ્રી થતો રોડ બન્યો નથી જેથી બસોને બસ સ્ટેશનમાં આવતા ટાયરો સ્લીપ મારે છે અને બસો ફસાઈ પણ જાય છે.
નવીન બસોનાં ઉદ્દઘાટન વખતે કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરેએ કહેલું કે મુસાફરોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં લઇ ચોમાસા પહેલા રોડ બનાવડાવી દઈશુ પરંતુ ચોમાસુ ચાલુ થઈ ગયું તો પણ કોઈ કામગીરી કરવામાં આવી નથી. મંત્રીશ્રીએ એમ પણ કહેલું કે રોડની જમીનના મલિક હોય તેમને યોગ્ય વળતર માટે પણ પ્રાંત સાહેબને કહેલ પણ હજુ સુધી તે બાબતે પણ કોઈ પગલા લેવાયા નથી. વધુમાં બસ સ્ટેશનની બહાર રસ્તા ના બનતા બસ ડ્રાઈવરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો આ બાબતે તંત્ર કોઈ નક્કર પગલાં ભરશે ખરા? કે પછી ફતેપુરા ની જનતાનાં નસીબમાં ખાડા વાળા રસ્તા પર જ ચાલવાનું છે?