THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
ભારતીય સુરક્ષા કાર્ય દક્ષતા નવી દિલ્હી અને સિક્યુરિટી સર્વિસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા દાહોદ જિલ્લામાં સિક્યુરિટી ગાર્ડ તેમજ સિક્યુરિટી અધિકારીની ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે તા.૧૭/૦૩/૨૦૨૩ ને શુક્રવાર રોજ તાલુકા શાળા, લીમખેડા ખાતે ભરતી યોજાઇ હતી. જેમાં યુવાનોએ ભાગ લીધો હતો. પસંદગી પામનાર યુવાનોને ઉક્ત જગ્યાઓ માટે પગાર ઉપરાંત પગાર વધારો, પ્રમોશન, પી.એફ., ઇ.એસ.આઇ., ગ્રેજ્યુએટી, મેડીકલ સુવિધા, બોનસ સુવિધા આપવામાં આવશે.