KEYUR PARMAR – DAHOD
દાહોદના શ્રી સીમંધર જૈન દેરાસર ખાતે આજે વહેલી સવારથી સીમંધર દાદાના મંદિર ની ધજા નો કાર્યક્રમ હોઈ દાહોદ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ રાજેન્દ્ર ટ્રસ્ટ દ્વારા તમામ સુવિધાઓ કરાઈ હતી. દાદાની ધજાની સાથે સાથે ૨ ડેરીઓ અને મૂળનાયક શિવાય પણ અન્ય બે મંદિરની ધજાનો કાર્યક્રમ યોજાયો હતો. મંત્રોચ્ચાર અને નવકારના ગુંજ વચ્ચે યોજાયો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રાવક શ્રવિકાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ધજા પછી સમગ્ર સમાજનું સ્વામી વાત્સલ્યનો કાર્યક્રમ યોજાયો હતો અને ત્યાર બાદ મંદિરમાં અષ્ટ પ્રકારી પૂજા ભણાવી અને કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો.