દાહોદનાં કતવારા ખાતે સાર્થક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો થયો શુભારંભ. આ હોસ્પિટલ 200 બેડની સુવિધાયુક્ત છે અને તેમાં લેબોરિટરી, X – Ray થી માંડીને તમામ સુવિધાઓથી સુસજ્જ છે. આ ખાનગી હોસ્પીટલ નો લાભ દાહોદ અને મધ્ય પ્રદેશની બોર્ડરના ગામના લોકો લઈ શકશે.
દાહોદ સાર્થક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કતવારા ખાતે હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે દાહોદના લોકલાડીલા સાંસદ જસવંતસિંહ ભાભોર સાથે નગરસીંગ ચૌહાણ અનુસૂચિત જાતિ કલ્યાણ મંત્રી મધ્યપ્રદેશ, નિર્મળાબેન ભુરીયા મહિલા અને બાળ વિકાસ મંત્રી મધ્યપ્રદેશ તથા દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર, રાજારામ કટારા શિવગંગા ઇન્ટેગ્રેટેડ વિલેજ ડેવલપમેન્ટ કાઉન્સિલ ઝાબુઆ, તેમજ દાહોદનાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો તેમજ આજુ બાજુના ગામનાં લોકો પણ આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.