KEYUR PARMAR – DAHOD
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આવેલ દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્વનિર્ભર માધ્યમિક શાળા દાહોદના ૪ આશાસ્પદ વિદ્યાર્થીઓના કાળી ડેમમાં ડૂબી જતા કરુણ મોત નિપજ્યા હતા. ધોરણ ૮ માં અને ૯ માં અભ્યાસ કરતા ૪ વિદ્યાર્થી ડુબ્યા. શાળામાંથી સવારે ૦૯:૦૦ કલાકે છૂટી ગયા હતા અને છુટી પિકનીક મનાવવા દાહોદ થી ૧૬ કી.મી દૂર કાળીડેમ ગયા હતા. વિદ્યાર્થીઓ કાળીડેમમાં નાહવા પડતા વિદ્યાર્થીઓ ડૂબી ગયા હતા ત્યારે ત્યાંના સ્થાનિક લોકોએ આ ચારેય વિધાર્થીઓના મૃતદેહ બહાર કાઢયા હતા. ચારે યુવાનોની ઉંમર આશરે ૧૩ અને ૧૪ વર્ષની છે અને તેઓની ડેડ બોડી ને દાહોદ સિવિલ હોસ્પિટલ આવી હતી અને તેનું પી.એમ કરવાની તજવીજ દાહોદ ગ્રામ્ય પોલીસે હાથ ધરી છે. મૃતકો કેવી રીતે ડૂબ્યા તેનું કોઈ ચોક્કસ કારણ નથી જાણવા મળ્યું નથી પરંતુ દાહોદ કાળીડેમમાં ઊંડા પાણી હોય છે અને ઘણી વખત વિદ્યાર્થીઓ ત્યાં ગયા હોય અને નાહવા પડતા ડૂબી જાવાની ઘટનાઓ ત્યાં બનતી જ હોય છે એટલે હાલ પોલીસે અકસ્માત મોત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દાહોદ સિવિલ હોસ્પિટલમાં લોકોનો હતા અને દાહોદ જિલ્લામાં ફેલાતા લોકો માં શોકનું મોજું ફરી વળ્યું હતું
Byte – મિનલબેન કોન્ટ્રાકટર – આચાર્ય સ્વનિર્ભર શાળા દાહોદ – આજ રોજ સ્વનિર્ભર માધ્યમિક શાળામાં એસ.એસ.સી.ની પરીક્ષા હોવાથી અમોએ શાળા સવારના ૦૯:૦૦ કલાકે છોડી દીધી હતી ત્યારે નીચે લખેલ ૪ નામ પૈકી ૩ વિદ્યાર્થી શાળા છૂટતા તેઓ શાળામાંથી જતા રહેલ અને તેઓ ત્યારબાદ ક્યાં ગયા તેની મને જાણ ન હતી, ત્યારે સાંજના સમયે સંચાલક મંડળમાંથી મારા પર ફોન આવ્યો કે આપણી શાળાના ૪ વિદ્યાર્થીઓ કાળી ડેમમાં ડૂબી જવાથી તેમના મોત થાય છે ત્યારે હું દાહોદના સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ત્યાં મેં આ ચાર વિદ્યાર્થીઓ પૈકી ૩ વિદ્યાર્થીઓ શાળા છે તેમ જણાવ્યું હતું.
ડૂબી અને મરણ જનાર વિદ્યાર્થીઓ ની યાદી :
(૧) ભાર્ગવ પરેશકુમાર ઘોડિયા. રહે. પોલીસ સ્ટેશન દાહોદ
(૨) બાગડીયા ચિરાગ પ્રવિણસિંહ રહે. લીમડાબરા
(૩) રેનીશ સેમયુલ મકવાણા રહે. મિશન કામદાર સોસાયટી દાહોદ.
(૪) નિકુંજ જગદીશભાઈ પરમાર રહે. પોલીસ સ્ટેશન દાહોદ