Thursday, January 23, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાદાહોદના ગરબાડાની ભૂગર્ભ ગટર યોજના હાલ પણ અધૂરી હોઈ હાઉસ કનેક્શન લેવા...

દાહોદના ગરબાડાની ભૂગર્ભ ગટર યોજના હાલ પણ અધૂરી હોઈ હાઉસ કનેક્શન લેવા માટે ગ્રામજનોનો વિરોધ

  • યોજનાને લઈને તા.૦૬/૦૬/૨૦૧૯ ના રોજ કાર્યપાલક ઇજનેર પંચાયત માર્ગ અને મકાન વિભાગ દાહોદને રજૂઆત કરવામાં આવી.
  • હાઇકોર્ટમાં પી.આઈ.એલ. દાખલ કરેલ હોય જેનો ચુકાદો આવ્યા બાદ જ ગ્રામજનો હાઉસ કનેક્શન લેવા સંમતિ અપાશે.
  • હાલ પૂરતી હાઉસ કનેક્શન આપવાની કામગીરી બંધ કરાઇ.
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનાં મુખ્ય મથક ગરબાડામાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલ શોભાના ગાંઠિયા સમાન ભૂગર્ભ ગટર યોજનાને લઇને ગરબાડાના માજી સરપંચ  જયેશભાઈ જોષી દ્વારા યોજનામાં સુધારો આવે અને ધારાધોરણ મુજબની કામગીરી કરાય તે માટે છેક હાઇકોર્ટમાં પી.આઈ.એલ. દાખલ કરવામાં આવી હતી જેને લઈને હાલમાં થોડા દિવસ પહેલાં જ દાહોદ ડી.ડી.ઓ. દ્વારા ગરબાડા નગરમાં ભુગર્ભ ગટરમાં હાઉસ કનેક્શન આપવા માટે ગ્રામ પંચાયતને હુકમ કરવામાં આવ્યો હતો. જેના પગલે ગ્રામ પંચાયત દ્વારા હાઉસ કનેક્શનની આપવાની કામગીરી હાથ ધરાતાં નગરજનો દ્વારા કામગીરીને રોકવામાં આવી હતી અને ગઈ કાલ તારીખ ૬ જુનના રોજ કાર્યપાલક ઇજનેર પંચાયત માર્ગ અને મકાન વિભાગ દાહોદને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જેમાં ઉલ્લેખ કરાયો હતો કે યોજનાની કામગીરી અધૂરી હોઈ તે પ્લાન એસ્ટીમેન્ટ મુજબ કામગીરી પૂર્ણ કરવી તે સિવાય મેઇન બજારમાં કીર્તન ઉપાધ્યાયના ઘરથી હોળી ચકલા સુધી ચેમ્બરો જ બનાવવામાં આવ્યા નથી અને જ્યાં ચેમ્બરો બનાવવામાં આવ્યા છે તેમાં પણ હલકી કક્ષાની કામગીરી કરેલ હોય તે ઊભરાય છે અને રોડ પર ગંદુ દૂષિત પાણી આવે છે. કામગીરી તકલાદી હોવાથી જ્યાં ત્યાં લાઈનો જર્જરીત અને ચોકઅપ છે અને કુવા સુધી દૂષિત પાણી જતું નથી. કામળિયા વાડ અને આઝાદ ચોકના ચેમ્બરો હાલમાં પણ ઉભરાઇ રહ્યા છે. જો હાલમાં ભુગર્ભ ગટરમાં હાઉસ કનેકશનો અપાય તો પાણીનો નિકાલ થાય તેમ નથી તથા દૂષિત પાણી રીવસમાં લોકોના ઘરોમાં આવે તેમ છે તે સિવાય એક હાઉસ કનેક્શનનો અંદાજીત ખર્ચ ૧૫૦૦ થી ૨૦૦૦ થાય છે જે ગામના સામાન્ય માણસોને પોસાય તેમ નથી તેમજ આ બાબતે હાઇકોર્ટમાં પી.આઈ.એલ. દાખલ કરેલ છે જેનો ચુકાદો આવ્યા બાદ જ ગ્રામજનો હાઉસ કનેક્શન લેવા માટે સંમતિ આપશે. તેવો પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે. હાલમાં હાઉસ કનેક્શનો આપવા માટે જેટલી ચેમ્બરો ખોલવામાં આવી તે તમામ ભરાયેલ છે અને ગંદકી તથા ગારોથી ખદબદતી રહી છે હવે એ જોવાનું રહ્યું કે ગરબાડાની ભુગર્ભ ગટર યોજનાની કામગીરી ધારાધોરણ મુજબની થશે કે કેમ ?
ગરબાડા ખાતે ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન જે તે સમયે ગામના કુલ ૧૭ વોર્ડમાં ભુગર્ભ ગટરની કામગીરી કરવાની હતી જે કામગીરી અત્યાર સુધી માત્ર ૧૨ વોર્ડમાં જ કરી હોવાનું પણ નગરજનો દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરવામાં આવેલ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આવા મસમોટા ભોપાળા હોવા છતાં તંત્ર દ્વારા એજન્સીને કામગીરી પૂર્ણ થઇ ગઇ હોવા બાબતના સર્ટીફીકેટ પણ ઇશ્યૂ કરી દેવાયુ હોવાનું પણ નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભૂગર્ભ ગટર યોજનાને લઈને આશરે છ વર્ષ ઉપરાંતનો સમય વીતવા આવ્યો છે અને ભૂતકાળમાં તંત્ર દ્વારા જ તમામ ગટરોની ચેમ્બરોના ઢાંકણા  ઉપર સીસી રોડ પણ બનાવી દેવાયા છે. અમુક ચેમ્બરો તો એવા છે કે કામ કરનાર મજૂરોને પણ ખબર નથી કે ક્યાં આગળ ચેમ્બર આવેલું છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments