

PRIYANK CHAUHAN – GARBADA
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા મથક ગરબાડા ખાતે ગઈ કાલે એક ઘૃણાસ્પદ ઘટના ઘટી છે. જેમાં ગરબાડા તળાવ ફળિયામાં રહેતી લક્ષ્મીબેન અલ્કેશભાઈ બિલવાલ જેઓ પોતે દાહોદના રેંટીયામાં લગ્ન કર્યા હતા પરંતુ તેઓ પોતાની માતાની ઘેર રહેતા હતા. લક્ષ્મીબેનના જણાવ્યા અનુસાર ગઈ કાલે તેઓ ફળીયામાં લગ્ન હોઈ ત્યાં ગયા હતા અને રાત્રીના આશરે સાડા દસ વાગે તેઓ પરત આવ્યા ત્યારે કિશન ભાભોર ઉર્ફે રોનકે મને નિશાળ પાસે રોકી અને બે લાફા મારીને કહેલ કે તું ક્યાં રખડવા ગઈ હતી. ત્યાર બાદ હું મારા પોતાના ઘરે આવી અને ખાટલામાં સુઈ ગઈ હતી અને મારા ઘરનો દરવાજો ખુલ્લો હતો અને લાઈટ ચાલુ હતી તેવા સમયે કિશન ઊર્ફે રોનક તેના અન્ય 2 સાગીર્દો સાથે ઘરમાં આવ્યા હતા. જેમાં કિશનના હાથમાં કેરોસીનનો ડબ્બો હતો અને તેને મારા ઉપર કેરોસીન છાંટી દીધુ હતું અને હું ઘભરાઈને બહાર ભાગી હતી પરંતુ બહાર ઉભા રહેલ આ બે ઈસમોએ કિસાન સાથે મળી મને દીવાસળી ચાંપી હતી અને મારો ડ્રેસ બળવા માંડતા મેં જોરજોરથી ચીસો અને બૂમો પાડવા માંડી હતી પરંતુ બાજુમાં લગ્ન હોઈ ડી.જે. વાગતું હતું અને તેના લીધે કોઈને મારો અવાજ સંભળાતો ન હતો અને થોડી વારમાં મારી માતા અને અન્ય બે પાડોશીઓએ આવી અને મને 108માં દાહોદ સરકારી દવાખાને લાવી દાખલ કરી હોવાનું જણાવ્યું હતું
આ સમગ્ર મામલે ગરબાડા પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ યુવતીનું નિવેદન લઇ અને આગળ આરોપીયોની અટક કરવા માટેના ચક્રો ગતિમાન કાર્ય છે.