THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં આજે તા.૧૨/૦૮/૨૦૧૯ ને પવિત્ર શ્રાવણ સોમવારના રોજ
દાહોદ ગૌરક્ષકોને મળેલી બાતમીના આધારે દાહોદ ટાઉન પોલીસે ઈદનો તહેવાર હોઈ અને અમુક લોકો ગાયની કુરબાની આપવાના હોઈ જુના વણકરવાસ બાજુ નદીના કિનારે કીચડ માં ચાલી અને પોલીસ અને ગૌરક્ષકોએ 20 ગૌવંશ ત્યાંથી બચાવી અને દાહોદ અનાજ મહાજન ગૌશાળામાં સલામત રીતે પહોંચાડી દીધા હતા. દાહોદ ટાઉન પી.આઈ. વસંત પટેલે કોઈ પણ જાતના દબાણમાં આવ્યા વગર અને દાહોદ ટાઉન P.S.I. ડાભી અને સ્ટાફની મદદથી આ કાર્ય કર્યું હતું અને 20 અબોલા ગૌવંશને કતલખાને જતા બચાવી સારી કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
વધુમાં ગુજરાત સ્ટેટ એનિમલ વેલફેર બોર્ડના સદસ્ય મયુરભાઈ ઠક્કરનો પણ આ ગૌવંશ કતલ થતી બચાવવામાં ઉમદા સહયોગ રહ્યો હતો. ગૌ રક્ષક દળ દ્વારા આ 20 ગૌવંશને બચાવનાર જે પણ લોકોએ મદદ કરી હતી તે દરેકનો ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો હતો.