દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના ઘોડાડુંગરી ખાતે બાબા રામદેવજીનું મંદિર આવેલ છે આજ રોજ પરમ પૂજ્ય ગુરુદેવ પ્રતિ મહારાજની અસીમ કૃપાથી તથા પૂજ્ય પુંજાભાઈ મહારાજના સાનિધ્યમાં સત્ય સનાતન રામદેવ મંડળ દ્વારા ભાદરવા સુદ ૧૦ ને તા.૧૯/૦૯/૨૦૧૮ બુધવારના બાબા રામદેવજીની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સવારના ૦૮:૧૫ કલાકે હવન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સવારના અંદાજે ૧૧:૦૦ કલાકે બાબા રામદેવજીની શોભાયાત્રા નિકાળવામાં આવી હતી આ શોભાયાત્રા ઘોડા ડુંગરી, મંડાવાવ રોડ ખાતેથી નીકળી માર્કેટયાર્ડ ચોકડી થઈ ગોવિંદ નગર વાળા રસ્તે ચાકલિયા ચોકડી થી પરત મંદિરે પહોંચી હતી ત્યારબાદ સાંજે ૦૪:૦૦ કલાકે મહાઆરતી કરવામાં આવી હતી ત્યારબાદ સાંજે ૦૫:૦૦ કલાકથી દરેક ભાવિક ભક્તો માટે ભંડારાનું આયોજન કરવામાં આવેલ હતું અને રાત્રીના ૧૦:૦૦ કલાકથી ભજન સંધ્યાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.