Monday, March 17, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદના ચિંતામણી પાશ્વનાથ દાદાના દેરાસર ખાતે ચાતુર્માસ અર્થે પધારેલ શ્રી જ્યોતિકલ્પશ્રીજી મ.સા.,...

દાહોદના ચિંતામણી પાશ્વનાથ દાદાના દેરાસર ખાતે ચાતુર્માસ અર્થે પધારેલ શ્રી જ્યોતિકલ્પશ્રીજી મ.સા., શ્રી સ્વર્ણજ્યોતિશ્રીજી મ.સા.ની નિશ્રામાં યોજાયો પંચાન્હીકા મહોત્સવ

KEYUR PARMAR – DAHOD

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘમાં ચાતુર્માસ અર્થે પધારેલ શ્રી જ્યોતિકલ્પશ્રીજી મ.સા., શ્રી સ્વર્ણજ્યોતિશ્રીજી મ.સા.ની નિશ્રામાં માસક્ષમણ તેમજ અઠ્ઠાઈની વિવિધ તપશ્ચર્યાની અનુમોદના અર્થે તા.૨૧/૦૯/૨૦૧૭ થી તા.૨૫/૦૯/૨૦૧૭  સુધી પંચાન્હીકા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ જેમાં નીચેના લાભાર્થીઓએ લાભ લીધો હતો.

શ્રી નવકાર મહામંત્ર પૂજાનમાં પૂજન અને સ્વામીવાત્સલ્યના લાભાર્થી કિશોરભાઈ રતનલાલ જૈન, શ્રી ઉવસગ્ગહરમ્ પૂજનમાં પૂજન અને સ્વામીવાત્સલ્યના લાભાર્થી હસમુખભાઈ મણિલાલ શરાફ તથા પરિવાર, શ્રી ઘંટાકર્ણ મહાવીર પૂજનમાં પૂજાનના લાભાર્થી સંપતબેન માણેકલાલ ભણસાલી તથા સ્વામીવાત્સલ્યના લાભાર્થી સરોજબેન વિક્રમભાઈ શાહ અને તેમનો પરિવાર, શ્રી નાકોડાજી પૂજનમાં પૂજન અને સ્વામીવાત્સલ્યના લાાભાર્થી કમળાબેન બાબુલાલ રંભાપુરવાલા અને શ્રી માણીભદ્રવીર પૂજનમાં પૂજન અને સ્વામીવાત્સલ્યના લાાભાર્થી જસુબેન કનૈયાલાલ સંઘવી પરિવાર તથા શાંતાબેન બાબુલાલ ભણસાલી પરિવારે લાભ લીધો હતો.

ઉપરોક્ત તમામ પૂજનની વ્યવસ્થા શ્રી શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘના પ્રમુખ નરેન્દ્રભાઈ ભોગીલાલ શાહની સૂચના અને માર્ગદર્શન હેઠળ દીપકભાઈ ચીમનલાલ શાહ તથા સુધીરભાઈ રમણલાલ શાહએ તૈયારીઓમાં સહકાર આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments