THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ જિલ્લામાં ધોરણ ૧૨ માં દ્વિતીય નંબરે આવેલી તેજસ્વી વિદ્યાર્થીની સકીના દૂધીયાવાલાને મોમેન્ટો તેમજ રોકડ પુરસ્કાર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા સેવા સદન ખાતે આવેલા સભાખંડમાં આ કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્ર સરકારની બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત ₹.. ૫૦૦૦ નો ચેક અને મોમેન્ટો જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ આપ્યો હતો. દાહોદમાં ધોરણ ૧૨ ના સામાન્ય પ્રવાહમાં દ્વિતીય ક્રમાંકે આવેલી સકિના દુધિયાવાલાનું જિલ્લા કલેક્ટર દ્વારા સન્માન કરવાામાં આવતા દાઉદી વ્હોરા સમાજનું ગૌરવ વધાર્યુ હતું. આ પ્રસંગે જિલ્લાના મહિલા અને બાળઅધિકારી શ્રી આર.એ.ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.