THIS NEWS POWERED BY : – RAHUL MOTORS
દાહોદ જિલ્લા ભાજપ દ્વારા આજે દાહોદ ગોવિંદનગર સ્થિત પાલિકા દ્વારા નવનિર્મિત ઓડિટોરિયમ ખાતે અટલ બિહારી બાજપાઈ ની સર્વદલિય સાર્વજનિક પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું
દાહોદના ડોક્ટર શુક્લા દ્વારા ગીતાના સ્લોકો બોલવામાં આવ્યા હતા જ્યારે મુસ્લિમ સમાજમાંથી ઝેન્નુદિન કાજી દ્વારા અરબીમાં આયાત પઢવામાં હતી તથા ક્રિશ્ચન સમાજમાંથી કેપ્ટન જયકુમાર દ્વારા બાઈબલ નો સંદેશ આપ્યો હતો. આમ હિન્દૂ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દ્વારા ભેગા મળીને સ્વર્ગીય પૂર્વ વડા પ્રધાન અટલબિહારી બાજપાઈ માટે આ સર્વદલિય અને સાર્વજનિક પ્રાર્થના સભા યોજાઈ હતી.
ત્યાર પછી 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. અને ત્યારબાદ દાહોદ જિલ્લાના વિવિધ સમાજના લોકો જેવાકે વોહરા સમાજના આમિલ, ઉદ્યોગપતિ શ્રેયસ શેઠ અને પતંજલી સેવા સમિતિમાંથી પ્રીતિ કોઠારી, રાજેશભાાઇ સહેતાઈ તેમજ અન્ય મહાનુભાવોએ પોતપોતાની રીતે શ્રદ્ધાંજલિ આપી હતી.