દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરની જાગૃતિ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરના પંડિત દીનદયાલ ઓડિટોરિયમમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભ – ૨૦૨૦ માં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કૃતિમાં ગરબામાં જિલ્લા કક્ષાએ તૃતિય સ્થાન પ્રાપ્ત કરી ફતેપુરા તાલુકાનું ગામનું અને શાળાનું નામ રોશન કર્યું. વિજેતા વિદ્યાર્થીનીઓને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
આ કલામહાકુંભ – ૨૦૨૦ના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ફતેપુરાની જાગૃતિ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાએ ભારત નાટ્યમ, કથ્થકલી, ગરબા, રાસ, આદિવાસી લોક નૃત્ય વગેરે પ્રોગ્રામો કર્યા હતા. તેમાંથી 16 વિદ્યાર્થીનીઓની પસંદગી કરી જિલ્લા કક્ષાએ ભાગ લીધો હતો. જે પૈકી ગ્રુપ લીડર તરીકે સેજલબેન ભાભોર હતા તથા સહાયક શિક્ષક તરીકે એસ.એ. ડામોર અને એ.સી.ભોયા દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ આ સઅંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈ તૃતીય નંબર મેળવેલ હતો.