દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાની વાત્સલ્ય સ્કૂલ ઓફ નોલેજ શાળાની વિદ્યાર્થીની ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં પ્રથમ નંબરે આવી શાળાનું ગૌરવ વધાર્યું.
ફતેપુરા વાત્સલ્ય સ્કૂલ ઓફ નોલેજ સ્કૂલમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વાત્સલ્ય સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પંચાલ ધ્યાનીબેન નવીનકુમાર ફતેપુરા તાલુકામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા હતા. જેથી વાત્સલ્ય સ્કૂલ પરિવાર દ્વારા તેજસ્વી તારલા સન્માન બેસ્ટ ઍવોર્ડ ટ્રોફી આપી અને વાત્સલ્ય સ્કૂલ પરિવાર તેઓનો સન્માનિત કરી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
દાહોદના ફતેપુરાની વાત્સલ્ય સ્કૂલ ઓફ નોલેજ શાળાની વિદ્યાર્થીની ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં પ્રથમ નંબરે આવી શાળાનું વધાર્યું ગૌરવ
RELATED ARTICLES