દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં મુખ્ય મથક ફતેપુરામાં જૈન સમાજનું દેરાસર બન્યાને એક વર્ષ પૂર્ણ થયું તે નિમિત્તે શ્રી જીરાવાલા પાર્શ્વનાથ ભગવાનની ધ્વજારોહણ ઉજવણી નિમિત્તે આજે તા.૧૪/૦૨/૨૦૨૦ ને શુક્રવારના રોજ સર્વે જૈન સમાજ અને પૂજ્ય બંધુ બેલડી મ.જીનચંદ્ર સાગરજી તેમજ તેઓની ટીમ સત્ય રત્ન પંન્યાસ પ્રવર શ્રી પ્રસન્નચંદ્ર સાગરજી ના સાનિધ્યમાં તેઓના દ્વારા કરવામાં આવી હતી. તેમાં અઢાર અભિષેક દ્વારા પરમાત્માની વિશેષ શુદ્ધિ કરવામાં આવી હતી અને વધુમાં મુંબઈથી સોનલબેન, રાકેશભાઈ વિગેરે સંઘના સભ્યો પધાર્યા હતા. સર્વે જૈન સમાજ દ્વારા ધ્વજાને લઇ પુરા ફતેપુરા નજરમાં ફેરી કરી હતી. સર્વે જૈન સમાજે હર્ષ અને ઉલ્લાસપૂર્વક ધજા ચઢાવી અને આનંદ માણ્યો હતો અને પ્રસાદ ગ્રહણ કરી વિસર્જન કર્યું હતું
HomeFatepura - ફતેપુરાદાહોદના ફતેપુરામાં જૈન સમાજ દ્વારા શ્રી પાર્શ્વનાથ ભગવાનના દેરાસરની એક વર્ષ પૂર્ણ...