દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના રિટાયર્ડ થયેલા આર્મી જવાનો પોલીસને મદદ કરવા માટે ફરજ બજાવવા માટે સેવા આપવા માટે જોડાયા હતા. તેમાં દાહોદ જિલ્લા માંજી સૈનિક સંગઠન ફતેપુરા પ્રમુખ શંકરભાઈ, એક્સ સુબેદાર તેરસીંગભાઈ બારીયા, કમાન્ડર તેરસીંગભાઇ ધનજીભાઈ અને તેઓનો સ્ટાફ ફતેપુરા પી.એસ.આઈ. બરંડાની અધ્યક્ષતામાં ડ્યુટી ઉપર કુલ 22 જવાનો છે અને ઓન ડ્યુટી ફરજ ઓગણિસ જવાનો ફતેપુરામાં ફરજ બજાવી રહ્યા છે. કોરોના વાયરસને હરાવવા માટે સરકારના નિયમોનું પાલન થાય અને લોકડાઉનનો પુરો અમલ થાય તે હેતુસર ફતેપુરા પોલીસની મદદે અમારી આર્મીની ટીમ અમારી સ્વેચ્છાએ ફરજ બજાવીએ છે. તેઓનું એવું પણ કહેવું છે કે જ્યાં સુધી સરકાર આ લોકડાઉન સંપૂર્ણ પણે ન ખોલે ત્યાં સુધી ફરજ બજાવવા ખડે પગે સેવા માં હાજર રહેશું અને લોકોને નિયમોનું પાલન કરતા શીખવાડીશુ. આમ આર્મીના આ રિટાયર્ડ 19 જવાનો ફતેપુરામાં સેવા આપી રહ્યા છે.
દાહોદના ફતેપુરામાં રીટાયર્ડ આર્મી જવાનોએ સ્વેચ્છાએ ફતેપુરા પોલીસની મદદે આવ્યા
RELATED ARTICLES