THIS NEWS IS SPONSORED BY : RAHUL MOTORS
દાહોદ જિલ્લાના ફતેપુરાના જગોલા ગામે સેવાસેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં ૧૦ ગામોનો સેવાસેતુનો કાર્યક્રમ જગોલા ગામથી શરૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રજાજનોને રોજિંદા કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને સરકારની વિવિધ યોજનાઓની ઘરબેઠે લાભ મળી રહે તે હેતુસર રાખવામાં આવેલ છે કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના લાભાર્થીઓને હપ્તાનું ચૂકવવું, આધારની કામગીરી, રેશનકાર્ડ માટેની કામગીરી, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ગેસ કનેક્શન નું વિતરણ, શોચાલયના લાભો આરોગ્યને લગતી સેવાઓ વિગેરે વિવિધ લાભોની કામગીરીઓ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ફતેપુરાના મામલતદાર બી.એચ. મહાજન, તાલુકા વિકાસ અધિકારી પી.વી. બારીયા તેમજ અલગ અલગ વિભાગોના કર્મચારીઓ અધિકારીઓ તેમજ નાથુભાઇ ડીંડોર, ડો.અશ્વિનભાઈ પારગી જગોલા, શકવાડા, નવા તલાવ, છાલોર, ઝલાઈ, વા