PRAVIN KALAL –– FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા પોલીસ ચોપડે નોંધાયેલ ફર્સ્ટ ગુ.ર.નં. – ૨૫/૨૦૧૯ IPC કલમ ૩૦૨ મુજબ ફરિયાદી દિનેશ જગા હઠીલા રહે.ભીચોરનાઓએ આરોપી દિલીપ વાઘા હઠીલા રહે. નાની ચરોલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેના પિતા મરણ જનાર જગાભાઈ ટીટાભાઈ હઠીલાઓએ તેમના ભત્રીજા દિલીપને કહેલુ કે તું તારી બૈરી જોડે કેમ ઝઘડો કરે છે અને જેમ તેમ કરી સમજાવી ઠપકો આપેલો. ત્યારે આરોપી દિલીપ હઠીલા એકદમ ઉશ્કેરાઈ ગયો અને ગુસ્સામાં પોતાના કાકાના ઘર ગયો હતો અને આંગણામાં નાહવા બેઠેલા પોતાના કાકા જગાભાઈને જમણી તરફ બરડામાં પોતાના હાથમાં રાખેલ છરો મારી દીધેલ તેથી અમોએ તે જોઇને બૂમાબૂમ કરેલ જેથી ઘરના બધા માણસો દોડી આવેલા તે જોઇ દિલીપ ભાગી ગયો અને તેને પકડવા જતાં તેને પોતાના હાથમાં રાખેલ છરો તેને પોતે જ પોતાના પેટમાં મારી દીધેલ અને તેનાથી તેના આંતરડા બહાર નીકળી ગયેલા અને અમારા પિતાજી બેભાન થઈ ગયા હતા. આ જોઈ અમોએ તાત્કાલિક ગાડી બોલાવી અમારા પિતાને ફતેપુરાના સરકારી દવાખાને લઇ ગયેલા ત્યાં ચેક કરતાં તેઓને ડોક્ટરે મરણ જાહેર કરેલા અને દિલીપના ઘરવાળાએ 108 બોલાવી દિલીપને દવા-સારવાર માટે ફતેપુરા સરકારી દવાખાને દાખલ કરેલ છે અને તે બાબતે પોલીસ વધુ તપાસ ચલાવી આગળની કાર્યવાહી રહી છે.