Friday, January 10, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદના બાવકા ગામના મુળકા ફળીયા પ્રાથમિક શાળા ખાતે ગુણોત્સવ અંતર્ગત બાળકોનુ શૈક્ષણિક...

દાહોદના બાવકા ગામના મુળકા ફળીયા પ્રાથમિક શાળા ખાતે ગુણોત્સવ અંતર્ગત બાળકોનુ શૈક્ષણિક મુલ્યાંકન કરતા જિલ્લા પોલિસ અધિક્ષક પ્રેમ વીર સિંહ

 

બાળકોને શિક્ષણની સાથે નિડરતા પ્રમાણિકતાના સંસ્કારો સાથે ઉત્તમ નાગરિક બને તેવા પ્રયાસો કરીએ, વાલીઓ પોતાના બાળકોને નિયમિત શાળામાં મોકલશે તો જ રાજય સરકારના શૈક્ષણિક કાર્યક્રમો સાર્થક થશે. – જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમ વીર સિંહ

દાહોદ જિલ્લામાં રાજય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા માટેના બે દિવસીય આઠમા-ગુણોત્સવનો શુભારંભ થયો છે. આ ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત પ્રથમ દિવસે જિલ્લા પોલિસ અધિક્ષક પ્રેમ વીર સિંહ દાહોદ તાલુકાના બાવકા ગામના મુળકા ફળિયા વર્ગ ખાતે ધો. ૧ થી ૮ ના બાળકો સાથે વર્ગ ખંડમાં જઇ ઓતપ્રોત થઇ બાળકોનું વાંચન, લેખન, ગણનનું મુલ્યાંકન કર્યું હતું. પ્રાર્થના દરમિયાન બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરતાં બાળકોને નિયમિત શાળામાં આવે તે માટે વાલીઓ બાળકો, શિક્ષકો અને ગામ આગેવાનોનો સમન્વય થાય તોજ રાજય સરકાર દ્રારા યોજાતા શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી રથ, ગુણોત્સવ જેવા કાર્યક્રમોનો મૂળભૂત ઉદ્દેશ સાર્થક થઇ શકશે. સાથે બાળકનું ઉજજવળ ભવિષ્ય બની શકશે એમ જણાવતાં શ્રી પ્રેમવીર સિંઘે વાલીઓ બાળકોને શિક્ષણની મહત્તા વૃક્ષારોપણની મહત્તા વિશે સરળભાષામાં સમજ આપી હતી
વધુમાં રાજય સરકાર દ્વારા પૂરતા શિક્ષકો સાથે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરી આપી છે. ત્યારે તેની જાળવણી, પટાંગણમાં વૃક્ષારોપણ કરવા ગામ આગેવાનો અને શિક્ષકોને સૂચન કરતાં મધ્યાહન ભોજન રૂમની મુલાકાત લીધી હતી સાથે એસ. એમ.સી.ના સભ્યો વાલીઓ, ગામ આગેવાનો સાથે બેઠક યોજી હતી.
આ ગુણોત્સવ કાર્યક્રમ દરમિયાન બાવકા સરપંચ શ્રીમતિ લીલાબેન ભરતભાઇ પસાયા, ગામ આગેવાન એસ. એમ.સી.ના અધ્યક્ષ બાદરસિંહ રૂપસિંહ રાઠોડ, શિક્ષણવિદ કુસુમબેન પરમાર, જૈફશ્રી.ફતેસિંહ પરમાર, સી.આર.સી. અને લાયઝન ઓફિસર ગોપાલભાઇ ડાભી, વાલીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments