દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મંગલમહુડી ગામ પાસે લૂંટારું ટોળકીનો આતંક મધ્યપ્રદેશની એક લકઝરી બસ અને 4 કાર પર ભારે પથ્થરમારો કરી લૂંટવાની થઈ કોશિશ કરાઈ છે. પોલીસને આ બાબતની જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી. તમામ ગાડીઓના કાચ તો ફૂટ્યા છે.
લીમખેડા પોલીસ ઘટના સ્થળની મુલાકાત લઈ આપેલ માહિતી મુજબ કોઈ લૂંટ થઈ ન હતી અને કોઈ પણ ઇજાગ્રસ્ત સામે આવી અને કોઈ ફરિયાદ નોંધાવી નથી.
દાહોદ લીમખેડા હાઇવે પરથી પસાર થતા વાહનો પર પથ્થર મારો થતા મધ્યપ્રદેશ પરિવહનની એક બસ સહિત 4 ગાડી પર થયા પથ્થર મારો થયો હતો. હાઈવે પર ગાડીઓમાં લૂંટ કરવાના ઇરાદે કર્યો પથ્થર મારો કરવામાં આવ્યો હતો.
પોલીસ ઘટના સ્થળે પહોંચી ચાર ઈસમો ને સામાન્ય ઇજાઓ પહોંચી. મધ્યપ્રદેશની બસ હોવાં કારણે તેઓ લીમખેડા ફરિયાદ આપ્યા વગર જતા રહ્યા. બીજી 4 જેટલી કાર હતી તે મુસાફરો પણ જતા રહ્યા હતા, દાહોદની એક ઇન્ડિકા કાર ચાલક જે પોતે આ ઘટનાનો ભોગ બન્યા હતા તેઓએ કહ્યું કે ખૂબ ભયજનક દ્રશ્યો સર્જાયા હતા. અને લૂંટારુઓ ગોફણથી સતત પથ્થરમારો કરી રહ્યા હતા પણ અમે કાર રોક્યા વગર દાહોદ આવી ગયા.