THIS NEWS SPONSORED BY : RAHUL HONDA
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાની રણધિકપુર ખાતે આવેલી ઔધોગિક તાલીમ સંસ્થા ( I.T.I. ) માં વિવિધ ટ્રેડોમાં ઓગષ્ટ્ર – ૨૦૧૯ ના પ્રવેશસત્ર દરમ્યાન ટ્રેડ (વ્યવસાય) ની બેઠકો મેરીટના ધોરણે ભરવામાં આવશે. સંસ્થા ખાતે ફીટર, કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામીગ આસિસ્ટન્ટ, સુંઇગ ટેકનોલોજી જેવા ટ્રેડ (વ્યવસાય) ની બેઠકો ભરવાની થાય છે. તમામ ટ્રેડ / બેચમાં એન.સી.વી.ટી. (NCVT) નું પ્રમાણપત્ર આપવામાં આવશે. પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ http://itiadmission.gujarat.gov.in વેબસાઇટ પર લોગીન થઇ તા.૨૧/૬/૨૦૧૯ સુધી ફોર્મ ભરી શકાશે. ઓનલાઇન જનરેટ થયેલી પ્રવેશ ફોર્મની પ્રિન્ટ આઉટ જરૂરી દસ્તાવેજો સાથે બિડાણ કરી નજીકની કોઇ પણ I.T.I. જમા કરી શકશે. વધુ માહિતી માટે આ સંસ્થા અથવા નજીકની સરકારી / જી.આઇ.એ. આઇ.ટી.આઇનો સર્પક કરી શકાશે. ઔધોગિક તાલીમ સંસ્થા, રણધિકપુરના આચાર્યશ્રીએ એક અખબારી યાદીમાં ઉપરોક્ત માહિતી આપી છે.