દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના રળીયાતી ગામના ગ્રામ્ય વિસ્તારમાં એક વાડીમાં એક આધેડ મહિલાની હત્યાથી સમગ્ર પંથકમાં સનસનાટી મચી જવા પામી છે. રળીયાતી ગામે રહેતા વાલીબેન નિનામાંની બપોરે વાડીમાં કામે ગયા ત્યાં થઈ હત્યા. તેમના ભાઈ વાલા ડામોરના કહેવા મુજબ શરીર ઉપરથી તમામ દાગીના લૂંટી લેવાય હતા. તથા પથ્થરો મારી હત્યા કરી લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. ઘટનાની જાણ થતાં દાહોદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને સિવિલમાં પી.એમ માટે મોકલી દેવાઈ હતી. વાલીબેનના પરિવાર શોકમાં ગમગીન થઈ ગયો. પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.