Friday, December 27, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદના લોકલાડીલા સાંસદ જસવંતસિંહ ભાભોરના જન્મ દિવસની જિલ્લામાં ખુબ ભવ્ય રીતે ઉજવણી...

દાહોદના લોકલાડીલા સાંસદ જસવંતસિંહ ભાભોરના જન્મ દિવસની જિલ્લામાં ખુબ ભવ્ય રીતે ઉજવણી કરાઇ

દાહોદ જિલ્લાના લોકલાડીલા સાંસદ જસવંતસિંહ ભાભોરનો આજે તા.૨૨/૦૮/૨૦૨૩ ને મંગળવારના રોજ જન્મ દિવસ સમગ્ર દાહોદ જિલ્લાના ગામેગામ ઉજવાયો હતો. આજે વહેલી સવાર થી દાહોદ જિલ્લામા દરેક તાલુકાના ગામોમાં કોઈક જગ્યાએ મહાદેવની આરતી , તો કોઈક જગ્યાએ હનુમાનજીની આરતી અને હોસ્પિટલો PHC, CHC માં ફ્રૂટ વિતરણ, શાળાઓમાં બાળકોને ચોકલેટ વિતરણ, ગૌશાળામાં ગાયોને ઘાસચારો અને વૃક્ષારોપણ જેવા આશરે 200 જેટલા કાર્યક્રમો જિલ્લામાં યોજાયા હતા.

દાહોદ શહેરમાં 9 વોર્ડમાં મહાઆરતીના કાર્યક્રમો યોજાયા હતા. જિલ્લામાં કાર્યકર્તાઓ દ્વારા સવારથી વિવિધ મઘ્યોમોથી સાંસદને શુભેચ્છાઓ પાઠવી નિરોગી રહેવા અને ખૂબ આગળ વધવા માટેના આશીર્વાદ આપ્યા હતા. ખરેખર દાહોદ જિલ્લાના સાંસદ પ્રત્યે એકલા કાર્યકર્તાઓ નહિ પણ આમ લોકો અને વેપારીઓએ પણ પોતાની રીતે શુભેચ્છાઓ પાઠવી હતી અને દીર્ઘઆયુ ની કામના કરી હતી. આમ દાહોદ જિલ્લાના સાંસદના જન્મ દિવસની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments