Saturday, January 25, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદના વતનીનું મસ્કટ ઓમાન ખાતે અવસાન થતા મૃતકના વારસદારને ₹૨૪,૦૬,૬૩૭/- નો ડીમાન્ડ...

દાહોદના વતનીનું મસ્કટ ઓમાન ખાતે અવસાન થતા મૃતકના વારસદારને ₹૨૪,૦૬,૬૩૭/- નો ડીમાન્ડ ડ્રાફ્ટ સહાય પેટે ચુકવાયો

 

THIS NEWS IS SPONSORED BY : RAHUL MOTORS

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના વતની મઝહરભાઇ હુસેનીભાઇ ખરોદાવાલા ભારતીય નાગરિકત્વ ધરાવતા હતા. તેઓનું તા.૨૧/૬/૨૦૧૭ ના રોજ ઓમાન ખાતે અવસાન થયુ હતુ. જે અંગે તેમના મૃત્યૃ સહાયની રકમ ₹૨૪,૦૬,૬૩૭/- (અંકે રૂપિયા ચોવીસ લાખ છ હજાર છસ્સો સાડત્રીસ પૂરાનો) ડીમાન્ડ ડ્રાફ્ટ વારસદારના પત્નિ શ્રીમતી નિસરીન મઝહરભાઇ ખરોદાવાલા, રહે. સૈફી મોહલ્લા, દાહોદને સહાય પેટે અધિક નિવાસી કલેક્ટર આર.એમ.ખાંટના હસ્તે જિલ્લા સેવા સદન ખાતે અર્પણ કરવામાં આવ્યો હતો. ડીમાન્ડ ડ્રાફટ કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, દાહોદના નામે ઇસ્યુ કરી, સહાયની રકમ મૃતકના કાયદેસરના વારસદારોને ચૂકવવા માટે મસ્કટ, ઓમાન સ્થિત ભારતીય એલચી કચેરી દ્રારા મોકલવામાં આવ્યો હતો.

વર્ણવેલ હકીકતો ધ્યાને લેતાં મસ્કટ, ઓમાન સ્થિત ભારતીય એલચી કચેરી દ્વારા મૃતક મઝહરભાઇ હુસેનીભાઇ ખરોદાવાલા ની મૃત્યુ સહાય મોકલવામાં આવેલ રકમનો ડીમાન્ડ ડ્રાફ્ટ હાલ કલેકટર દાહોદના ભારતીય સ્ટેટ બેન્ક ખાતેના બચત ખાતામાં જમા કરાવવામાં આવ્યો છે. આ રકમ મેળવવા માટે પાવર ઓફ એર્ટનીની ખરાઇ કરી આપવામાં આવી હતી. ભારતીય એલચી કચેરી દ્વારા મૃતકના નજીકના સગા તરીકે તેમના પત્ની નિસરીન ખરોદાવાલાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મામલતદાર, દાહોદે વારસાઇ પ્રમાણપત્રમાં પણ મૃતકના સીધા સગા તરીકે શ્રીમતી નિસરીન મઝહરભાઇ ખરોદાવાલાનું નામ જણાવવામાં આવ્યુ હતુ..
તેઓના પત્ની નિસરીન ખરોદાવાલાને કલેકટર દાહોદના ભારતીય સ્ટેટ બેન્ક ખાતેના બચત ખાતામાં જમા રકમમાંથી એકાઉન્ટ પે ચેકથી ચુકવવા હુકમ કરવામાં આવ્યો છે..
આ અંગે નિયમોનુસારના વેરા કે બેન્ક ચાર્જીસ ચૂકવવાના થતા હશે તો તે ચૂકવવાની જવાબદારી શ્રીમતી નિસરીન ખરોદાવાલાની રહેશે એમ જિલ્લા મેજિસ્ટ્રેટ, દાહોદની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments