THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લામાં કોરોના દર્દીઓની સારવાર માટે વધુ ૧૬ ડોક્ટરો જેઓ પોતાના ખાનગી હોસ્પીટલમાં ઓર્થોપેડીક તરીકે સેવા આપી રહ્યાં છે, તેમને નવા કોવીડ હોસ્પિટલ શરૂ કરવા એક જ દિવસમાં અરજી કરવા જણાવવામાં આવ્યું છે. જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ દાહોદની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લીધો હતો.
THIS NEWS IS POWERED BY –– RAHUL HONDA
જિલ્લામાં સર્જીકલ અને ઓર્થોપેડિક હોસ્પિટલ ચલાવતા ૧૬ તબીબો જેમને એપેડેમિક એક્ટ હેઠળ આદેશ કરવામાં આવ્યો છે. તેમાં કે.કે હોસ્પીટલના ડો. કે.કે. શાહ, અમરદીપ હોસ્પીટલ ના ડો.અમીત રોઝા, નાયક હોસ્પીટલના ડો. હિતેન્દ્ર, અનિતા હોસ્પીટલના ડો. ભરપોડા, વાસુદેવ હોસ્પીટલના ડો. પંકજ જોષી, નિરામય હોસ્પીટલના ડો. એન.જી. પટેલ, શૈલેષ હોસ્પીટલના ડો. શૈલેષ, સૈફી હોસ્પીટલના ડો. કાવસ્ર, સોની હોસ્પીટલના ડો. અમર, સમીર હોસ્પીટલના ડો. સમીર, અંકિત હોસ્પીટલના ડો. અગ્રવાલ, ઝૈનબ હોસ્પીટલના ડો. કુતુબભાઇ, હાડા હોસ્પીટલના ડો. દિવ્યપાલ, માલવ હોસ્પીટલના ડો. બિરેન, ભાટીયા હોસ્પીટલના ડો. મુસ્તુફા, વિહાન હોસ્પીટલના ડો. હાર્દિક પટેલનો સમાવેશ થાય છે.